×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશના પ્રથમ સોલાર મિશન 'આદિત્ય L-1' નું આ મહિનામાં થશે લોન્ચિંગ, તૈયારી જોરશોરથી શરુ

Image: Twitter 



ભારત દેશનું પ્રથમ સોલાર મિશન આદિત્ય L-1નું લોન્ચિંગ જૂન-જુલાઈમાં કરવા જઈ રહ્યું છે. આ મિશનમાં સૂર્યના અભ્યાસ માટે એક સ્પેસક્રાફટ મોકલવામાં આવશે.  ISROના વડા ડૉ. એસ. સોમનાથે તાજેતરમાં આ જાહેરાત કરી હતી. હાલના તેને લઇ માહિતીમાં બીજી મહત્વપૂર્ણ બાબત એવી છે કે સ્પેસક્રાફટ માટે પેલોડ વિઝિબલ લાઇન એમિશન કોરોનાગ્રાફ ISROને આપવામાં આવ્યો. આ પેલોડ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ દ્વારા તૈયાર થયેલુ છે. VELCએ આ સૂર્યયાનનું સૌથી મહત્વપૂર્ણ અને પ્રાથમિક પેલોડ છે.  VELCને બનાવવામાં 15 વર્ષથી વધુ સમયગાળો લાગ્યા છે. તે માટે આને ખૂબ જ જટિલ પેલોડ ગણવામાં આવે છે.

આ મિશનનું નામકરણ કેવી રીતે થયું 
ભારતના આ સૂર્યયાન મિશનમાં કુલ 7 પેલોડ છે. જેમાંથી છ પેલોડ ઈસરો અને એક  અન્ય સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. સ્પેસક્રાફટને પૃથ્વી અને સૂર્ય વચ્ચે L1 એટલે કે લેગ્રેન્જ પોઈન્ટ 1 પર ઓર્બીટને રાખવા આવશે. આ માટે સૂર્યયાન મિશનનું નામ 'આદિત્ય L-1' રાખવામાં આવેલું છે.

આ સ્પેસક્રાફ્ટને કઈ જગ્યાએ સ્થિત કરવામાં આવશે 
લેગ્રેન્જ પોઈન્ટએ સ્પેસમાં પાર્કિંગની જગ્યા છે. જ્યાં અનેક સેટેલાઇટ પાર્ક કરવામાં આવ્યા છે. ભારતનું સૂર્યયાન પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર આ બિંદુ પર સ્થિત કરવામાં આવશે. આ જગ્યાએથી તે સૂર્યનો અભ્યાસ કરશે. 

VELC પેલોડ લાગ્યા બાદ તેની સાચી પરીક્ષા
ટૂંક સમયમાં VELC અને અન્ય પેલોડ્સ બેંગલુરુમાં UR રાવ સેટેલાઇટ સેન્ટર ખાતે  આદિત્ય-L1 અવકાશયાનમાં સેટ કરવામાં આવશે. ત્યારબાદ તેમને PSLV રોકેટમાં તૈનાત કરવામાં આવશે અને લોન્ચિંગ પેડ્સ પર લઈ જવામાં આવશે. VELC પેલોડના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટરે જણાવ્યું હતું કે આ પેલોડમાં લગાવવામાં આવેલો સાયન્ટિફિક કેમેરા સૂર્યથી આપણને ખુબ સારા રિઝોલ્યુશનના ફોટા આપશે. 

સૂર્યનો અભ્યાસ શા  માટે જરૂરી 

  • પૃથ્વી સહિત દરેક ગ્રહ અને સૌરમંડળની બહાર, એક્સોપ્લેનેટની સંખ્યા વધી રહી છે, અને આ વૃદ્ધિનું નિયંત્રણ મુખ્ય તારા દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. સૌર હવામાન અને વાતાવરણ, જે સૂર્યમાં અને તેની આસપાસ બનતી પ્રક્રિયાઓ દ્વારા નક્કી થાય છે, તે સમગ્ર સૂર્યમંડળને અસર કરે છે.
  • સૂર્યનો અભ્યાસ કરવો મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે પૃથ્વી પરના તોફાનો વિશે જાણવા અને ટ્રેક કરવા અને તેની અસરોની આગાહી કરવા માટે સતત સૌર અવલોકનો જરૂરી છે.

અત્યાર સુધી કેટલા સૂર્યયાન મિશનો મોકલવામાં આવ્યા 
અત્યાર સુધીમાં અમેરિકા, જર્મની, યુરોપિયન સ્પેસ એજન્સી જેવા દેશોને મળીને કુલ 22 જેટલા સુર્યાયાન મિશન મોકલવામાં આવ્યા છે. સૌથી વધારે NASAએ સૂર્યયાન મિશન મોકલ્યા છે. NASA દ્વારા સૌપ્રથમ પાયોનીયર-5 મિશન મોકલવામાં આવ્યું હતું.