×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશનાં 12 રાજ્યોમાં કોરોનાનાં ડેલ્ટા એ પ્લસ વેરિયેન્ટનાં 56 કેસ

નવી દિલ્હી, 2 જુલાઇ 2021 શુક્રવાર

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની શુક્રવારેની પ્રેસ કોન્ફરન્સમાં નીતિ આયોગનાં સભ્ય (આરોગ્ય) ડો. વીકે પોલે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે હાલમાં દેશનાં 12 રાજ્યોમાં કોરોના વાયરસના ડેલ્ટા એ પ્લસ (ડેલ્ટા એવાય .1) થી સંક્રમણના 56 કેસ નોંધાયા છે.

આ સાથે જ તેમણે કહ્યું કે અમે જોહ્નસન એન્ડ જોહ્નસનની એક ડોઝની રસી અંગે ચર્ચા કરી રહ્યા છીએ. તેમની રસીનું ઉત્પાદન બહાર થઇ રહ્યું છે. યોજના મુજબ આ રસીનું ઉત્પાદન હૈદરાબાદના બાયોલોજિકલ ઇમાં પણ કરવામાં આવશે.

નોંધનીય છે કે શુક્રવારે એક જ દિવસમાં ભારતમાં કોવિડ -19 ના 46,617 નવા કેસ નોંધાયા બાદ દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ત્રણ કરોડ ચાર લાખ 58 હજાર 251 થઈ ગઈ છે. જ્યારે રિકવરી રેટ 97 ટકાને વટાવી ગયો છે.