×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેવાળુ ફૂંકવાના આરે પાકિસ્તાન, હવે સરકારી સંપત્તિ બીજા દેશોને વેચશે


ઈસ્લામાબાદ, તા. 24. જુલાઈ. 2022 રવિવાર

દેવાળુ ફૂંકવાના આરે પહોંચી ચુકેલા પાકિસ્તાનની સરકારે હવે એક એવા બિલને મંજૂરી આપી છે જેની હેઠળ હવે સરકારી સંપત્તિ પણ બીજા દેશોને વેચી શકાશે.

સરકારે આર્થિક રીતે કંગાળ પાકિસ્તાનની ઈકોનોમીને સપોર્ટ કરવા માટે આ નિર્ણય લીધો છે.પાકિસ્તાનની કેબિનેટે તેને મંજૂરી આપી દીધી છે.જોકે રાષ્ટ્રપતિએ તેના પર સહી કરી નથી.

આ નિર્ણય લેવા પાછળનુ કારણ તેલ અને ગેસ કંપનીઓમાં યુએઈ હિસ્સેદારી કરી શકે તેમજ સરકારી વીજળી કંપનીને યુએઈને બે થી અઢી અબજ ડોલરમાં વેચી શકાય તે છે.જેથી દેવાળુ ફૂંકવાના ખતરાને ટાળી શકાય.કારણકે યુએઈએ મે મહિનામાં પાકિસ્તાનની બેંકોમાં રોકડ જમા કરવાનો ઈનકાર કરી દીધો હતો.કારણકે પાકિસ્તાન દેવુ ચુકવી શકે તેવી સ્થિતિમાં નથી.

દરમિયાન પાકિસ્તાની મૂળના અર્થશાસ્ત્રી આતિફ મિયાંએ તાજેતરમાં જ ચેતવણી આપી હતી કે, પાક રુપિયો ડોલરની સામે 20 ટકા ગગડી ચુકયો છે અને તેના કારણે સ્થિતિ બગડવાની છે.પાકિસ્તાન સામે સૌથી મોટો પડકાર પોતાની વિશ્વસનિયતા સાબિત કરવાનો અને રોકાણકારોને પાછા લાવવાનો છે.પાકિસ્તાન મોટાભાગે વિદેશો પર આધારિત થઈ ગયુ છે અને આ માટે રાજકીય પાર્ટીઓ સૌથી વધારે જવાબદાર છે.