×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દુબઈ બંદર પરના જહાજમાં પ્રચંડ વિસ્ફોટ, દુબઈ શહેરની ઈમારતો હલી ગઈ


નવી દિલ્હી,તા.8.જુલાઈ.2021

દુનિયાના સૌથી મોટા બંદરોમાં સામેલ દુબઈના જેબેલ અલી બંદર પર એક માલવાહક જહાજમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ બાદ આખુ દુબઈ હચમચી ઉઠ્યુ હતુ.

બુધવારે મોડી રાતે થયેલો વિસ્ફોટ એટલો પ્રંચડ હતો કે, શહેરની ઘણી ઈમારતો ભૂકંપ આવ્યો હોય તે રીતે હલી ઉઠી હતી અને લોકો પથારીમાંથી બેઠા થઈ ગયા હતા.બંદરથી 25 કિલોમીટર દુર સુધીના વિસ્તારમાં ઘરોમાં આંચકા અને ધ્રુજારી અનુભવાઈ હતી.જોકે જાનમાલની ખુવારીના અહેવાલો હજી મળ્યા નથી.

ઉલ્લેખનીય છે કે, દુબઈના આ બંદર પર અમેરિકન યુધ્ધ જહાજોની પણ અવરજવર રહેતી હોય છે.દુબઈ સરકારના અધિકારીઓએ કહ્યુ હતુ કે, નાના કદના માલવાહક જહાજમાં આ વિસ્ફોટ થયો હતો.જેમાં 130 કન્ટેનર મુકવાની ઙમતા છે.ધડાકો થયા બાદ દુબઈના રહેવાસીઓએ પોતાની ઈમારતોની અગાસીઓ પરથી આ ઘટના વિડિયો કેમેરામાં રેકોર્ડ કરી હતી અને સોશિયલ મીડિયા પર તેના વિડિયો પણ શેર કર્યા હતા.

અધિકારીઓએ કહ્યુ હતુ કે, જહાજમાં લાગેલી આગ પર કાબૂ મેળવી દેવાયો છે.જહાજના કન્ટેનરમાં જ્વલનશીલ પદાર્થના કારણે આગ લાગ લાગી હતી.આસાપના જહાજોને કેટલુ નુકસાન થયુ છે તે હજી બહાર આવ્યુ નથી પણ વિસ્ફટોના સ્થળે બળી ગયેલા કન્ટેનરો અને કાટમાળ પડેલો છે.

જેબેલ અલી બંદર દુનિયાનુ મહત્વનુ બંદર મનાય છે.અહીંયા ભારતીય ઉપમહાદ્વિપ, એશિયા અને આફ્રિકાથી આવતા કાર્ગોને હેન્ડલ કરવામાં આવે છે.દુબઈ અને આસપાસના રાજ્યો માટે આ લાઈફ લાઈન છે.