×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દુનિયામાં છવાઈ રહેલા મંદીના અંધારા વચ્ચે ભારત એક રોશની સમાનઃ IMF

નવી દિલ્હી,તા.13 ઓક્ટોબર 2022,ગુરૂવાર

દુનિયાભરમાં મંદીના વાગી રહેલા ભણકારા વચ્ચે ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ ભારતની ભરપૂર પ્રશંસા કરી રહ્યુ છે.

સંસ્થાના મુખ્ય ઈકોનોમિસ્ટ પિયરે ઓલિવરે ભારતના ડિજિટલાઈઝેશનના પ્રયાસોની પ્રશંસા કરીને કહ્યુ છે કે, ભારતનુ આ પગલુ બહુ મોટુ બદલાવ લાવશે.કારણકે ડિજિટલાઈઝેશન ઘણી બાબતોમાં મદદરૂપ થઈ રહ્યુ છે.ભારત જેવા દેશમાં જ્યાં બેન્કિંગ સિસ્ટમ સાથે નહીં જોડાયેલા લોકોની સંખ્યા મોટી છે ત્યાં હવે લોકો ડિજિટલ વોલેટ અપનાવીને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાઈ રહ્યા છે. તેનાથી બહુ મોટા બદલાવ આવી રહ્યા છે અને અર્થતંત્રમાં પણ વૃધ્ધિ થઈ રહી છે.

ઓલિવરે કહ્યુ હતુ કે, દુનિયા જ્યારે મંદીનો સામનો કરી રહી છે ત્યારે ભારત એક રોશની બનીને આગળ આવ્યુ છે. જોકે 10000 અબજ ડોલરની ઈકોનોમી બનવા માટે ભારતે પોતાના માળખામાં ઘણા સુધારા કરવા પડશે પણ ભારત આ લક્ષ્ય હાંસલ કરવા માટે સક્ષમ છે.

તેમણે કહ્યુ હતુ કે, ભારત જેવી ઈકોનોમી માટે અપાર સંભાવનાઓ રહેલી છે.ભારત દુનિયાની સૌથી મોટી ઈકોનોમી પૈકીનુ એક છે અને આ ઈકોનોમી 6.8 ટકાના નક્કર વિકાસ દરથી આગળ વધી રહી છે તો આ બાબત નોંધવા જેવી છે અને તે પણ એવા સમયે કે બાકીની વિકસીત ઈકોનોમી આ ઝડપે આગળ વધી નથી રહી.