×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દુનિયાભરને કોરોનાના મોતના મુખમાં ધકેલનાર ચીનની થિયરી, આ દેશના કારણે ફેલાયો વાઇરસ

નવી દિલ્હી, તા. 31 ઓક્ટોબર 2021, રવિવાર

કોરોનાના કારમે દુનિયાભરમાં મોતનું તાંડવ જોવા મળ્યું હતું. દુનિયાભરના વૈજ્ઞાનિકો અનુસાર ચીનની વુહાન પ્રયોગશાળામાં થયેલા પ્રયોગના કારણે દુનિયાભરમાં કોરોના ફેલાયો હતો.  જોકે, દુનિયાભરમાં પોતાની બદનામીથી બચવા માટે ચીને હવે નવો પેંતરો અપનાવ્યો છે. 

ચીને આ આરોપોથી બચવા માટે નવી થિયરી બહાર પાડી છે. જેમાં તેને કોરોના મહામારી માટે અમેરિકા, સાઉદી અરબ, બ્રાઝિલ જેવા દેશોનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે.

ચીને તાજેતરમાં જે નવી થિયરી આપી છે તે મુજબ અમેરિકામાં ડુક્કર (ભૂંડ)નું માંસ, બ્રાઝિલમાં ગૌમાંસ, સાઉદી અરબમાં ઝીંગા અને સંયુક્ત રાજય અમેરિકાના મેનમાં ઝીંગા માછલીથી કોરોના ફેલાયો હતો. શોધકર્તા માર્સલ શ્લીબ્સે કહ્યું હતું કે ચીનના આ દાવાને સમર્થન કરતા હોય તેવા અનેક ખાતા સામે આવ્યા છે. 

પોલીસી રિસર્ચ ગ્રુપ (POREG) નામની ગ્લોબલ થિંક ટેંકની માઇકલ શ્લીબ્સે 18 મહિના સુધી ચીનને સમર્થન કરતા હોય તેવા ખાતાનું ટવીટર પર વિષ્ણેશન કર્યુ હતુ. જેમાં કોલકાતાના વાણિજય દુતાવાસમાં ફરજ બજાવતા ચીની રાજનયિકે બધા  ખાતાઓને આગળ વધર્યા હોવાનું સામે આવ્યું છે.

એક રિપોર્ટમાં ચીની મીડિયાએ નવી થિયરી પ્રસ્થાપિત કરવા માટે બોગસ એકાઉન્ટ પણ સક્રિય કર્યા હોવાનો આરોપ છે. જેમાં કોરોના ફેલાવા માટે અમેરિકા, બ્રાઝિલ સહિતના દેશોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

ચીનના આ દાવાને સમર્થન કરતી પોસ્ટ કરનાર હજારો સોશિયલ મીડિયા એકાઉન્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોના વાઇરસ ફેલાવાનું સાચુ કારણ ઇમ્પોર્ટ થતું કોલ્ડ મીટ છે. ચીની મીડિયા પણ આ તર્કને સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે.