×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દુનિયાના ટોચના ધનિકોનુ લિસ્ટઃ ઝુકરબર્ગને પછાડીને અદાણી 10મા ક્રમે અને અંબાણી 11મા ક્રમે પહોંચ્યા


નવી દિલ્હી, તા. 4. ફેબ્રુઆરી 2022 શુક્રવાર

વિશ્વના ટોચના અબજપતિઓના લિસ્ટમાં મોટા ફેરફારો થયા છે.

ફેસબૂસ સ્થાપક માર્ક ઝુકરબર્ગને થયેલા નુકસાન બાદ આ લિસ્ટમાં ફેરફાર થયા છે.ભારતના ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી હવે આ લિસ્ટમાં 10મા નંબરે છે અને રિલાયન્સના શેરના ભાવમાં જોવા મળેલા ઘટાડાના પગલે મુકેશ અંબાણી 11માં નંબર પર આવી ગયા છે.

એક અહેવાલ પ્રમાણે આજે ગૌતમ અદાણીની સંપત્તિ 90.5 અબજ ડોલર એટલે કે 6.78 લાખ કરોડ રુપિયા થઈ ગઈ હતી અને તે સમયે રિલાયન્સના માલિક મુકેશ અંબાણીની સંપત્તિ 89.2 અબજ ડોલર એટલે કે 6.69 લાખ કરોડ રુપિયા હતી.આમ અદાણીએ મુકેશ અંબાણીનો ઓવરટેક કર્યો હતો.

શુક્રવારે મુકેશ અંબાણીની સંપત્તિમાં બે અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો.

બંને ભારતીય ઉદ્યોગપતિઓ ઝુકરબર્ગથી આગળ નિકળી ગયા છે.કારણકે ઝુકરબર્ગની કંપની મેટાનો શેર 26 ટકાથી વધારે તુટયો છે અને્ તેમને એક જ દિવસમાં 31 અબજ ડોલરનુ નુકસાન ઉઠાવવુ પડ્યુ છે.આમ ઝુકરબર્ગ હવે બારમા સ્થાને પહોંચી ગયા છે.

હાલમાં ટેસ્લાના માલિક અને સ્થાપક એલન મસ્ક દુનિયાના નંબર વન અબજ પતિ છે અને તેમની નેટવર્થ 231 અબજ ડોલર છે.

આ રહ્યુ દુનિયાના ટોપ 10 અબજોપતિઓનુ લિસ્ટ

એલન મસ્ક 231 ડોલર

બર્નાર્ડ આરનોલ્ટ 167 અબજ ડોલર

જેફ બેઝોસ 164 અબજ ડોલર

બિલ ગેટસ 129 અબજ ડોલર

લેરી પેજ 127 અબજ ડોલર

સર્ગેઈ બ્રિન 122 અબજ ડોલર

વોરન બફેટ 100 અબજ ડોલર

સ્ટીવ બાલ્મર 108 અબજ ડોલર

લેરી એલિસન 112 અબજ ડોલર