×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી-NCR અને ઉત્તરાખંડમાં ભૂકંપના જોરદાર આંચકા, અઠવાડિયામાં બીજી વખત ધ્રૂજી ધરતી

નવી દિલ્હી, 12 નવેમ્બર 2022, શનિવાર

દિલ્હી-NCR અને ઉત્તરાખંડમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપ બાદ લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડવા લાગ્યા હતા. મળતી માહિતી મુજબ દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, બિજનૌરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ સાથે ઉત્તરાખંડમાં આજે બે વાર ધરતી ધ્રૂજી હતી. એક અઠવાડિયા પહેલા પણ દિલ્હીમાં ભૂકંપ આવ્યો હતો.

ભૂકંપની તીવ્રતા 5.4 માપવામાં આવી

દિલ્હી-NCR અને ઉત્તરાખંડમાં આજે ભૂકંપની તીવ્રતા 5.4 માપવામાં આવી છે. ભૂકંપના આ આંચકા રાત્રે 7.57 કલાકે આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હોવાનું જાણવા મળ્યું છે.

ઉત્તરાખંડમાં પણ ભૂકંપ

દિલ્હી, યુપી અને ઉત્તરાખંડમાં આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નોઈડા, ગાઝિયાબાદ, અમરોહા તેમજ યુપીના બિજનૌરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સાથે ઉત્તરાખંડના ટિહરી, પિથોરાગઢ, બાગેશનર, પૌરી અને ખતિમામાં ભૂકંપ આવ્યો.

6 નવેમ્બરે પણ ભુકંપ આવ્યો હતો

આ પહેલા 6 નવેમ્બરે બપોરે 1.57 કલાકે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. ત્યારે પણ ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં જ હતું. આ ભૂકંપના કારણે નેપાળમાં 6 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. ત્યારે ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી.