×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી LGએ AAP પાસેથી 97 કરોડની વસૂલાત કરવાનો આદેશ આપ્યો

IMAGE : TWITTER












નવી દિલ્હી, 20 ડિસેમ્બર 2022, મંગળવાર

દિલ્હી LGએ રાજકીય જાહેરાતોને સરકારી જાહેરાતો તરીકે પ્રકાશિત કરવા બદલ AAP પાસેથી રૂ. 97 કરોડની વસૂલાત કરવાનો આદેશ આપ્યો છે. LGએ આ પેમેન્ટ માટે દિલ્હીની AAP સરકારને 15 દિવસનો સમય આપ્યો છે. LGએ મુખ્ય સચિવને આપેલા પોતાના આદેશમાં એ પણ નિર્દેશ આપ્યો છે કે સપ્ટેમ્બર 2016થી તમામ જાહેરાતો CCRGAને તપાસવા અને ખાતરી કરવા માટે મોકલવામાં આવે કે શું તે સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા અનુસાર છે કે કેમ ? LGએ આ ગેરકાયદેસર સમિતિની કામગીરીમાં ખર્ચવામાં આવેલી રકમ વસૂલવાની માંગ કરી છે. માહિતી અને પ્રચાર નિયામક (DIP)ના એક પત્ર દ્વારા, દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારના કન્વીનરને રાજ્યની તિજોરીમાં તાત્કાલિક રૂ. 42,26,81,265 ચૂકવવા અને બાકી ચૂકવણી તરત જ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સપ્ટેમ્બર 2016થી અત્યાર સુધી દિલ્હી સરકારની તમામ જાહેરાતોની તપાસ એક્સર્ટ કમિટી દ્વારા કરવામાં આવશે.

11 મહત્વના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ કેજરીવાલ સરકાર પાસે પેન્ડિંગ કેન્દ્રના 11 મહત્વના પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે પોતાની સત્તાનો ઉપયોગ કર્યો છે. એલજી ઓફિસના અધિકારીઓએ આ જાણકારી આપી. જેમાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્રના ઘણા પ્રોજેક્ટ લાંબા સમયથી મંજૂરીની રાહ જોઈ રહ્યા હતા. શ્રીનિવાસપુરી ખાતે GPRA કોલોનીનો પુનઃવિકાસ 2019થી પેન્ડિંગ છે, GPRA સરોજિની નગર ઓગસ્ટ 2021થી પેન્ડિંગ છે અને NHAI દ્વારા અર્બન એક્સટેન્શન રોડ સપ્ટેમ્બર 2021થી પેન્ડિંગ છે.

આ પત્ર 9 ડિસેમ્બરે મોકલવામાં આવ્યો હતો
અધિકારીઓએ જણાવ્યું કે લેફ્ટનન્ટ ગવર્નરે કેજરીવાલ સરકારને GNCTD નિયમો (TOBR), 1993ના ટ્રાન્ઝેક્શન ઓફ બિઝનેસના નિયમ 19(5) અનુસાર ફાઈલોને રિકોલ કરવા માટે તેમની સત્તાનો ઉપયોગ કરીને કેજરીવાલ સરકારને 11 ફાઈલો મોકલવા કહ્યું છે. 19(5) લેફ્ટનન્ટ ગવર્નરને જાહેર હિતમાં મંત્રીઓ/મુખ્યમંત્રી પાસે પેન્ડિંગ ફાઇલો પાછી ખેંચવાની સત્તા આપે છે. નિયમ 19(5) સરકારને એલજીને ફાઇલો મોકલવાની ફરજ પાડે છે, પછી ભલે તેણે તેને મંજૂરી આપી હોય કે ન હોય. TOBRના નિયમ 19(5)ના અમલીકરણ વિશેનો આ પત્ર 9 ડિસેમ્બરે મોકલવામાં આવ્યો હતો.