×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી હિંસા : આસિફ તનહા, દેવાંગના કાલિના અને નતાશા નરવાલ તિહાડમાંથી જમાનત પર બહાર આવ્યા

નવી દિલ્હી, તા. 17 જૂન 2021, ગુરુવાર

ગયા વર્ષે રાજધાની દિલ્હીમાં વિદ્યાર્થી કાર્યકર્તા દેવાંગના કાલિતા, નતાશ નરવાલ અને આસિફ ઇકબાલ તનહા તિહાડ જેલમાંથી આજે બહાર નિકળ્યા છે. ત્રણેને મંગળવારે દિલ્હી હાઇ કોર્ટે જમાનત આપી છે. આ દરમિયાન અદાલતે પોલીસ પર કડક ટિપ્પણી કરી હતી. આ વિદ્યાર્થીઓને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં થયેલા સાંપ્રદાયિક રમખાણ સાથે જોડાયેલા કેસમાં ગેરકાનૂની ગતિવિધિ કાનૂન અંતર્ગત મે 2020માં ધરપકડ કરવામાં આવી હતી. જમાનત મળ્યા બાદ પણ તેમને જેલમાંથી છુટા ના કરવા બદલ સવાલ ઉઠ્યા હતા.

જેના સંબંધમાં ત્રણે વકીલોએ નીચલી અદાલતમાં ફરિયાદ કરી કે ઘણો સમય વિતવા છતા તેમને જેલમાંથી છોડવામાં આવ્યા નથી. જેના પર અદાલતે ત્રણેને તાત્કાલિક જેલમાંથી છુટા કરવાનો આદેશ આપ્યો. ન્યાયાધીશે ત્રણેના છુટકારામાં મોટું થતા પોલીસને ફટકાર લગાવી. તેમણે કહ્યું કે હું કહીશ કે આ ઉચિત કારણ નથી કે જ્યાં સુધી આ પ્રકારની અરજી ના કરવામાં આવે ત્યાં સુધી આરોપીઓને જેલમાં રાખી શકાય.

ત્રણે વિધ્યાર્થી કાર્યકર્તાને જમાનત આપવાના દિલ્હી હાઇકોર્ટના નિર્ણયને દિલ્હી પેલીસે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. જેના પર શુક્રવારે સુનવણી થશે. પોલીસે નતાશા નરવાલ, દેવાંગના કલિતા અને આસિફ તન્હાની જમાનતના વિરોધમાં કહ્યું કે હાઇ કોર્ટે સબૂતોની જગ્યાએ સોશિયલ મીડિયામાં જે લખાય રહ્યું છે તેના પ્રભાવમાં આવીને નિર્ણય કર્યો છે.