×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી હિંસાના મુખ્ય આરોપી દીપ સિદ્ધુના સાત દિવસના રિમાન્ડ મંજૂર, તાસ હજારી કોર્ટેમાં રજૂ કરાયો

નવી દિલ્હી, તા. 9 ફેબ્રુઆરી 2021, મંગળવાર

સ્વાતંત્ર્ય દિવસના અવસર પર રાજધાની દિલ્હીમાં થયેલી હિંસાના મુખ્ય આરોપી દીપ સિદ્ધુની દિલ્હી પોલીસે આજે સવારે ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસે આરોપી દીપ સિદ્ધુને દિલ્હીની તીસ હજારી કોર્ટમાં રજુ કર્યો હતો. સાથે જ પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ દીપ સિદ્ધુના 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી.

જો કે કોર્ટે દીપ સિદ્ધુને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો છે. દીપ સિદ્ધુની હાજરીને લઇને તીસ હજારી કોર્ટમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઘટના દરમિયાને કોર્ટો પોલીસને થોડા સમય માટે દીપ સિદ્ધુની પૂછપરછ માટેની પણ અનુમતિ આપી હતી. જેના કારણે ટ્રેક્ટર પરેડ હિંસક તઇને લાલ કિલલા સુધી કઇ રીતે પહોંચી તે જાણી શકાય. આ દરમિયાન તેની સાથે પોલીસે અનેક મુદ્દાઓને લઇને પૂછપરછ કરી, જેમાં અનેક ખુલાસા પણ થયા છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હી અને લાલ કિલ્લા હિંસાનો મુખ્ય આરોપી દીપ સિદ્ધુ છેલ્લા 15 દ્વસથી પોલીસ પકડથી દૂર હતો. જેની આજે મંગળવારે વહેલી સવારે પંજાબના જિકરપુર વિસ્તારમાંથી પોલીસે ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના સુત્રોના જણાવ્યા પ્રમાણે દીપ સિદ્ઘુ પુર્ણિયા જવાની ફિરાકમાં હતો, જ્યાં તેનો પરિવાર રહે છે.