×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી સરકારના AAPના મંત્રી સત્યેન્દ્ર જૈનની EDએ ધરપકડ કરી


નવી દિલ્હી, તા. 30 મે 2022, સોમવાર

દિલ્હીની આમ આદમી પાર્ટી પર આજકાલ જાણે ગ્રહણ લાગ્યું છે. ગત સપ્તાહે જ દિલ્હીના AAPના ભૂતપૂર્વ સ્વાસ્થ્ય મંત્રી વિજય સિંગલાની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને આજે હવે દિલ્હીની આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી છે.  

સોમવારે મોડી સાંજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કથિત મની લોન્ડરિંગ કેસમાં મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મની લોન્ડરિંગનો EDનો આ કેસ ઓગસ્ટ 2017માં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તેમની અને અન્ય પક્ષકારો વિરુદ્ધ થયેલ FIR સંબંધિત છે, જેમાં તેમની પાસે અપ્રમાણસર સંપત્તિ હોવાના આક્ષેપો હતા.


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આ વર્ષે એપ્રિલમાં કહ્યું હતું કે તેણે મની લોન્ડરિંગની તપાસના સંબંધમાં સત્યેન્દ્ર જૈનના પરિવાર અને તેમની કંપનીઓની રૂ. 4.81 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. જૈન દિલ્હી સરકારમાં આરોગ્ય, વીજળી, ગૃહ, જાહેર બાંધકામ વિભાગ (PWD), ઉદ્યોગ, શહેરી વિકાસ, પૂર, સિંચાઈ અને પાણી મંત્રી છે. 2018માં EDએ આ કેસના સંબંધિત શકુર બસ્તીના AAP ધારાસભ્યની પૂછપરછ પણ કરી હતી અને આજે નક્કર પુરાવાના આધારે ધરપકડ કરવામાં આવી છે.