×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી લીકર પોલીસી કૌભાંડ : CBIએ દાખલ કરેલી ચાર્જશીટમાંથી મનીષ સિસોદિયાનું નામ ગાયબ

નવી દિલ્હી, તા.25 નવેમ્બર 2022, શુક્રવાર

દેશની રાજધાની દિલ્હીના લીકર પોલીસી કૌભાંડમાં કેન્દ્રીય તપાસ સંસ્થા (CBI)એ ચાર્જશીટ દાખલ કરી છે. રાઉજ એવન્યુ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં CBIએ આમ આદમી પાર્ટી (AAP)ના વિજય નાયર, અભિષેક બોઈનપલ્લી અને અન્ય લોકોને આરોપી બનાવ્યા છે.

ચાર્જશીટમાં મનીષ સિસોદિયાનું નામ નહીં

સ્પેશિયલ સીબીઆઈ જજ એમકે નાગપાલ સમક્ષ ચાર્જશીટ દાખલ કરાઈ છે. હવે ચાર્જશીટ પર સુનાવણી હાથ ધરાશે. મીડિયા અહેવાલો મુજબ આ કેસની ખાસ બાબત એ છે કે, ચાર્જશીટમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું નામ નથી.

કેજરીવાલ સરકાર અને સિસોદિયા પર કૌભાંડનો આરોપ

ઉલ્લેખનિય છે કે, રાજધાની દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર પર લીકર પોલીસીના નામે કૌભાંડ આચરવાનો આક્ષેપ કરાયો છે. ભાજપે આરોપ લગાવતા કહ્યું હતું કે, મનીષ સિસોદિયા પણ આ કૌભાંડમાં સામેલ છે. આ અંગે ED અને CBI દ્વારા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પણ તપાસ કરાઈ હતી. તો બીજી તરફ મનીષ સિસોદિયા અને AAPએ સ્પષ્ટતા કરતી રહી કે આ ભાજપ અને કેન્દ્રમાં બેઠેલી મોદી સરકારનું ષડયંત્ર છે.