×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના પ્રથમ ફેઝનું ઉદઘાટન, PM મોદીએ કહ્યું – સૌથી વધુ લાભ રાજસ્થાનને

image : Twitter

નવી દિલ્હી, તા 11, ફેબ્રુઆરી, 2023, શનિવાર 

પીએમ મોદીએ રવિવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના પ્રથમ ફેઝ દિલ્હી-દૌસા-લાલસોટને રાષ્ટ્રને સમર્પિત કર્યો છે. દૌસાથી એક્સપ્રેસ વેના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કર્યા બાદ પીએમ મોદીએ કાર્યક્રમને સંબોધ્યા હતો. તેમણે કહ્યું કે છેલ્લા 9 વર્ષોમાં આપણે આધારભૂત માળખા પાછળ વધારે રોકાણ કરી રહ્યા છીએ. આ રોકાણનો મોટો લાભ રાજસ્થાનને થશે. 

પીએમએ કહ્યું - મને ગર્વ થાય છે 

પીએમ મોદીએ કહ્યું કે મને આજે ગર્વ થાય છે. આ દેશના સૌથી મોટા અને સૌથી આધુનિક એક્સપ્રેસ-વે પૈકી એક છે. આ વિકસિત ભારતની વધુ એક ભવ્ય તસવીર છે. હું દૌસાના રહેવાશીઓ અને દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું. આ વર્ષે બજેટમાં અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 10 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. પીએમ મોદીએ કહ્યું કે 18,100 કરોડ રુપિયાના ખર્ચે આ હાઈવે તૈયાર થયો છે. 

પ્રથમ તબક્કે 246 કિલોમીટર સુધીના એક્સપ્રેસ વેનું કામ પૂર્ણ 

આ પ્રથમ તબક્કે 246 કિલોમીટર સુધીનો એક્સપ્રેસવેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ એક્સપ્રેસ વે દ્વારા દિલ્હીથી જયપુર પહોંચવામાં ઓછો સમય લાગશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી જયપુરની સફર માત્ર સાડા ત્રણ કલાકમાં જ પુરી થઈ જશે. આ પહેલા જયપુર પહોંચવામાં પાંચ કલાક જેટલો સમય લાગતો હતો.

આ એક્સપ્રેસ વે 6 રાજ્યોમાંથી પસાર થશે 

આ એક્સપ્રેસ વે 6 રાજ્યોમાંથી પસાર થશે. દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત થઈને મહારાષ્ટ્ર પહોંચશે જેમાં કોટા, ઈન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોને જોડશે. ભારત અને એશિયાનો આ પહેલો એક્સપ્રેસ વે છે જેમાં પશુઓ માટે ઓવરપાસ અને અંડરપાસ બનાવવામાં આવ્યા છે. વન્યજીવ અભયારણ્ય પર તેની અસર ઘટાડવા માટે અલગ ડિઝાઇન કરવામાં આવી છે.

આ એક્સપ્રેસ વેની ટોલ કલેક્શન સિસ્ટમ સાવ અલગ

દિલ્હીથી દૌસા સુધીની મુસાફરીમાં દેશનો સૌથી હાઈટેક ટોલ ગેટ પણ જોવા મળશે. આ એક્સપ્રેસ વે પર તમને વારંવાર ટોલ ભરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. એક્સપ્રેસ વેના એન્ટર અને એક્ઝિટ પોઈન્ટ ઇન્ટરચેન્જ ટોલ રાખવામાં આવશે. તમારી કિમીની સંખ્યાના આધારે ટોલ વસૂલવામાં આવશે. એક્સપ્રેસ વે પર વાહનો પ્રવેશતાની સાથે જ ત્યાં લગાવેલા મશીનો પ્રવેશનો સમય અને સ્થળ રેકોર્ડ કરશે બાદમાં જ્યારે તમે એક્સપ્રેસ વે પરથી એક્ઝિટ કરશો ત્યારે તમારા FASTag એકાઉન્ટમાંથી પૈસા આપોઆપ કપાઈ જશે.