×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી પોલીસે ટ્વીટર વિરૂધ્ધ નોંધી FIR, POCSO અને IT એક્ટ હેઠળ થશે કાર્યવાહી

નવી દિલ્હી, 29 જુન 2021 મંગળવાર

દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર સામે બાળકોની અશ્લીલ સામગ્રી પોસ્ટ કરવા બદલ કેસ નોંધ્યો છે. આ FIR ટ્વિટર વિરુદ્ધ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPCR) ની ફરિયાદ પર નોંધવામાં આવી છે. ટ્વિટર વિરુદ્ધ આ ફરિયાદ ગયા મહિને NCPCR દ્વારા કરવામાં આવી હતી.

બાળકોની અશ્લીલ સામગ્રી સતત ટ્વિટર પર પોસ્ટ કર્યા પછી NCPCRએ ફરિયાદ કરી હતી. આ કેસમાં NCPCR એ ડીસીપી સાયબર સેલને મંગળવારે હાજર થવા આદેશ પણ આપ્યો હતો. દિલ્હી પોલીસના સાયબર સેલે ટ્વિટર પર POCSO એક્ટ (પ્રોટેક્સન ઓફ ચાઇલ્ડ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ) અને IT એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

મંગળવારે મધ્યપ્રદેશમાં ભોપાલ સાયબર સેલે ભારતનો ખોટો નકશો રજૂ કરવા બદલ ટ્વિટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનીષ મહેશ્વરી સામે આઇટી એક્ટની કલમ 505 હેઠળ FIR નોંધાવી હતી. સોમવારે ઉત્તર પ્રદેશની બુલંદશહેર પોલીસે આ જ કેસમાં 'ટ્વિટર ઈન્ડિયા' ના બે ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. બજરંગદળનાં નેતાની ફરિયાદના આધારે ખુર્જા નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.