×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી પોલીસની રાહુલ ગાંધીને નોટિસ, કહ્યું, ‘જે મહિલાઓની જાતીય સતામણી થઈ છે તેની વિગતો આપો’

Image - Facebook

નવી દિલ્હી, તા.16 માર્ચ-2023, ગુરુવાર

દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને નોટિસ મોકલી છે. દિલ્હી પોલીસે રાહુલ ગાંધીના એ નિવેદનને ધ્યાનમાં લઈને નોટિસ જારી કરી છે જેમાં તેમણે કહ્યું હતું કે, સાંભળ્યું કે મહિલાઓની જાતીય સતામણી થઈ રહી છે. નોટિસમાં પોલીસે રાહુલને પીડિતો વિશે માહિતી આપવા કહ્યું છે. અગાઉ રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાના પર લાગેલા આરોપોનો જવાબ આપ્યો અને કહ્યું કે, હું સંસદ સભ્ય છું, તેથી મારી પહેલી જવાબદારી સંસદમાં જવાબ આપવાની છે.

શ્રીનગરમાં મહિલાઓ અંગેના નિવેદન બાદ અપાઈ નોટીસ

મળતા અહેવાલો મુજબ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન શ્રીનગરમાં મહિલાઓને લઈને આ નિવેદન આપ્યું હતું. સોશિયલ મીડિયા પોસ્ટને ધ્યાને પોલીસે પ્રશ્નોની યાદી મોકલી છે. નોટિસમાં પોલીસે પીડિતો વિશે વિગતો આપવા જણાવ્યું છે. પોલીસે તેમને પીડિતોની વિગતો આપવા કહ્યું છે, જેથી તેમને સુરક્ષા પૂરી પાડી શકાય.

રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન કર્યું હતું નિવેદન

રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન શ્રીનગરમાં આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, એક ખાસ મામલામાં મારી એક છોકરી સાથે વાત થઈ, તેની સાથે દુષ્કર્મ થયું હતું. મેં તેણે પૂછ્યું કે, શું આપણે પોલીસને બોલાવવી જોઈએ, તો તેણે કહ્યું કે, પોલીસને ન બોલાવશો, નહીં તો શરમમાં મુકાવુ પડશે.