×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી-જયપુર રોડ અકસ્માત, ગુજરાતના ચાર પોલીસ કોન્સ્ટેબલ સહિત 5ના મોત


ભાવનગર, તા. 15 ફેબ્રુઆરી, 2022, મંગળવાર

દિલ્હી-જયપુર રોડ ઉપર એક ગમખ્વાર અકસ્માત થયો છે જેમાં કારમાં સવાર આરોપી અને 4 પોલીસકર્મી સહિત 5 લોકોના મોત થયા છે. આ પોલીસ કર્મીઓ દિલ્હી તપાસમાં ગયા હતા અને એક આરોપીને લઈને ભાવનગર પરત આવી રહ્યા હતા. આ મૃતક પોલીસ કર્મીઓ ગુજરાત પોલીસમાં ફરજ બજાવી રહ્યા હતા. આ અકસ્માત ભબરૂ થાણે વિસ્તારમાં સર્જાયો હતો. 

મૃતક પોલીસ કર્મીઓના નામ

1. ભીખુભાઈ બુકેરા, કોન્સ્ટેબલ

2. શક્તિસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ

3. મનસુખ બાલધીયા, કોન્સ્ટેબલ

4. ઈરફાન અગવાન , કોન્સ્ટેબલ 

આ મૃતક પોલીસકર્મીઓ ભાવનગરમાં ફરજ બજાવી રહ્યા હતા. સમાચાર મળતા જ ભાવનગર પોલીસબેડામાં શોકનો માહોલ સર્જાયો છે. અધિકરીઓ જયપુર રવાના થઈ ગયા છે.