×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી : કોંગ્રેસ નેતા પવન ખેડાને ફ્લાઈટમાંથી ઉતારી દેવાયા, એરપોર્ટ પર જ દેખાવ કરાયા

image : Twitter


કોંગ્રેસ નેતા પવન ખેડાને દિલ્હીમાં ફ્લાઈટમાંથી ઉતારી દેવાયા હતા. પવન ખેડા રાયપુરમાં કોંગ્રેસ અધિવેશનમાં સામેલ થવા જઈ રહ્યા હતા. ત્યારે તેમને ફ્લાઈટમાંથી ઉતારાયા હતા. પવન ખેડા સાથે કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓ પણ હતા જેઓ રાયપુર જઈ રહ્યા હતા. આ ઘટના બાદ કોંગ્રેસીઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં એરપોર્ટ પર જ ધરણાં શરૂ કરી દીધા હતા. 

આ સરમુત્યારશાહી વલણ છે : કોંગ્રેસ 

કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ ઘટનાનો વીડિયો પણ ટ્વિટ કરાયો હતો. કોંગ્રેસે કહ્યું કે આજે ઈન્ડિગોની ફ્લાઈટમાં વરિષ્ઠ નેતા દિલ્હીથી રાયપુર જઇ રહ્યા હતા. બધા ફ્લાઈટમાં બેસી ગયા હતા અને એ જ સમયે અમારા નેતા પવન ખેડાને ફ્લાઈટમાંથી ઉતરી જવા કહેવાયું. આ તો તાનાશાહી છે. પવન ખેડા ઈન્ડિગોની ફ્લાઈટમાં રાયપુર જઇ રહ્યા હતા.  આ સમયે રણદીપ સુરજેવાલા, કેસી વેણુગોપાલ ઉપરાંત અન્ય નેતાઓ પણ ત્યાં હાજર હતા. આ દરમિયાન તેમની ધરપકડનો પણ પ્રયાસ કરાયો હતો. 

પવન ખેડાએ શું કહ્યું ...

આ મામલે પવન ખેડાએ કહ્યું કે મને એમ કહેવાયું કે તમારા સામાનને લઈને કોઈ સમસ્યા છે. જોકે મારી પાસે તો એક જ હેન્ડબેગ હતું. જ્યારે ફ્લાઈટની નીચે આવ્યો તો કહ્યું કે તમે નહીં જઇ શકો. પછી કહ્યું કે મારી સાથે ડીસીપી મુલાકાત કરશે. હું ઘણી વારથી રાહ જોઈ રહ્યો છું. નિયમ-કાયદા અને કારણ વિશે કોઈ જ માહિતી નથી.