×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી કેપિટલ્સનો વધુ એક ખેલાડી કોરોના પોઝિટિવ, આજની મેચ થઇ શકે છે રદ

 

નવી દિલ્હી, 20 એપ્રિલ 2022, બુધવાર

દિલ્હી કેપિટલ્સનો વધુ એક ખેલાડી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે IPL 2022માં આજે યોજાનારી મેચને લઈને આશંકાઓ વધી ગઈ છે. ખેલાડી મિશેલ માર્શ કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે દિલ્હીનો ટિમ સીફર્ટ (Tim Seifert) પોઝિટિવ જોવા મળનાર બીજો ખેલાડી છે. 

મળતી માહિતી પ્રમાણે આ સિવાય 4 સપોર્ટ સ્ટાફ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. બોર્ડ વતી તમામ ખેલાડીઓને રૂમની બહાર જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ડોર ટુ ડોર સેમ્પલિંગ કરવામાં આવી રહ્યું છે.IPL 2022 મા આજે યોજાવનારી પંજાબ કિંગ્સ અને દિલ્હીની મેચ સાંજે 7:30 વાગે યોજાવવાની છે.  જો ખેલાડીઓમાં પોઝિટિવ કેસ વધુ વધશે તો આ મેચ પણ મુલતવી રાખવામાં આવી શકે છે. પ્રથમ દિલ્હી અને પંજાબની મેચ પૂણેમાં યોજાવાની હતી. પરંતુ કોવિડને કારણે તેને મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, આ પરિસ્થિતિમાં ફ્રેંચાઇઝી મેચ રમવા માટે તૈયાર નથી. દેશમાં કોરોનાના કેસ ઝડપથી વદી રહ્યાં છે. દિલ્હીની ટીમ 5 માંથી 2 મેચ ચૂકી છે.