×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીમાં ઠંડીનો પ્રકોપ યથાવત, આગમી દિવસોમાં વરસાદના ઝાપટાની આગાહી

Image: Envato



દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આજે સવારે ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું હતુ.  હવામાન વિભાગની માહિતી અનુસાર, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ફરી એકવાર હળવો વરસાદ થવાની સંભાવના છે, જેના કારણે ફરીથી ત્યાં ઠંડીમાં વધારો થઇ શકે છે.

હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં 29 અને 30 જાન્યુઆરીએ વરસાદ અને હિમવર્ષાના સંકેતો જોવા મળી રહ્યા છે. જેની સીધી અસરથી ઉત્તર ભારતમાં ફરી ઠંડીનો પ્રકોપ જોવા મળશે. આ ઉપરાંત દિલ્હી સહિત મેદાની વિસ્તારોમાં આ બંને દિવસે હળવો વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. હવામાન વિભાગની માહિતી અનુસાર, દિલ્હીમાં ગઈકાલે લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ મહિનામાં સૌથી વધુ હતું.

આજે શુષ્ક હવામાનની આગાહી  
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીનું મહત્તમ તાપમાન 17.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે આ સિઝનની સરેરાશ કરતાં પાંચ ડિગ્રી સેલ્સિયસ વધારે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા અનુસાર, દિલ્હીમાં એકંદરે એર ક્વોલિટી ઈન્ડેક્સ 297 નોંધાયો હતો. આગામી બે દિવસો આ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે તેવી શક્યતાઓ છે. જમ્મુ-કાશ્મીરમાં પણ શીત લહેર યથાવત છે. આ વિસ્તારમાં સતત હિમવર્ષા થઈ રહી છે. હવામાન કચેરીની આગાહી મુજબ આજે જમ્મુ-કાશ્મીરમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.