×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસાનું પ્લાનિંગ કઇ રીતે થયું? પોલીસ પૂછપરછમાં દીપ સિદ્ધુના અનેક ખુલાસા

- પોતે તડફોડ કરવાની વિચારધારામાં વિશ્વાસ કરે છે તેવી દીપ સિદ્ધુની કબૂલાત

નવી દિલ્હી, તા. 9 ફેબ્રુઆરી 2021, મંગળવાર

રાજધાની દિલ્હીમાં 26 જાન્યારીના દિવસે થયેલી હિંસાના મુખ્ય આરોપી અને પંજાબી અભિનેતા દીપ સિદ્ધુની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પુછપરછમાં તેણે આ હિંસા અને ખેડૂત આંદોલનમાં પોતાની સક્રિયતા અંગેના ઘણા ખુલાસા કર્યા છે. જો કે પુછપરછ દરમિયાન તેણે સ્પષ્ટ કર્યુ કે તે કોઇ પણ કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલો નથી, પરંતુ તે તોડફોડ કરવાની વિચારધારામાં વિશ્વાસ કરે છે.

દીપ સિદ્ધુએ આગળ જણાવ્યું કે તેને શંકા હતી કે સરકાર સાથેની વાતચીત અને દિલ્હી પોલીસ સાથે ટ્રેક્ટર રેલી માટેની ચર્ચા દરમિયાન ખેડૂતો નરમ પડી રહ્યા છે. લોકડાઉન દરમિયાન અને લોકડાઉન બાદ તેની પાસે કિ કામ નહોતું. ત્યારબાદ ઓગષ્ટ મહિનામાં પંજાબની અંદર ખેડૂતોનું આંદોલન શરુ થયું, જેના તરફ તેને આકર્ષણ થયું.

પૂછપરછ દરમિયાન તેણે પોલીસને જણાવ્યું કે તે પ્રદર્શન સ્થળ ઉપર જતો ત્યારે તેણે જોયું કે ત્યાં યુવાનોનની સંખ્યા મોટા પ્રમાણમાં છે. ત્યારબાદ જ્યારે તે 28 ડિસેમબરના રોજ ખેડૂતો સાથે દિલ્હી પોહંચ્યો ત્યારબાદ પોતાના સમર્થકો સાથે મળીને તેણે ટ્રેક્ટર પરેડ માટે નક્કી કરેલા રુટને તોડવાનો નિર્ણય લીધો. તેણે પોતાના સમર્થકોને તે માટે વોલંટિયર જેકેટ ચોકવાનું કામ સોંપ્યુ.

દીપ સિદ્ધુએ પહેલાથી જ નક્કી કર્યુ હતું કે લાલ કિલ્લા અને શક્ય હોય તો ઇન્ડિયા ગેટ પર પહોંચવું. તપાસ દરમિયાન એ ખુલાસો પમ થયો કે ફરાર આરોપી જુગરાજ સિંહને વિશેષ રુપે ધાર્મિક ઝંડો લગાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ જુગરાજ સિંહ ગુરુદ્વારામાં પણ આ ઝંડા લગાવવાનું કામ કરે છે. હજુ પણ દીપ સિદ્ધુની પૂછપરછ શરુ છે. તેમજ દિલ્હી હિંસા અંગે વધારે ખુલાસા થવાની શક્યતા છે.