×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, વીજ માંગ 7026 મેગાવોટ પર પહોંચી

નવી દિલ્હી, 1 જુલાઇ 2021 ગુરૂવાર

દિલ્હીમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, બુધવારનો દિવસનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ હતો. શહેરનું મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી નોંધાયું. આ દરમિયાન લોકોને ગરમીનો જ સામનો કરવો પડી રહ્યો નથી પણ લૂથી પણ પરેશાન છે.

જ્યારે, અસહ્ય ગરમીને કારણે, ગુરુવારે રાજધાનીમાં વીજળીની પીક ડિમાન્ડ 7026 મેગાવોટ પર પહોંચી ગઈ. 2020 અને 2021 માં આ અત્યાર સુધીની સૌથી વધુ માંગ છે, એટલે કે શહેરમાં વીજળીની પીક ડિમાન્ડનો 2 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે.

વર્ષ 2019માં જુલાઇનાં દિવસે વિજ માંગ ઓલ-ટાઇમ હાઇ 7409 મેગાવોટ પર પહોંચી ગઇ હતી, ગયા વર્ષે ઉનાળામાં લોકડાઉનનાં કારણે પીક ડિમાન્ડમાં ઘટાડો નોંધાયો અને આ માત્ર 6314 નાં આંકડાને સ્પર્શી શકી.

આ વર્ષ માટે, ડિસ્કોમ્સે અનુમાન લગાવ્યું હતું કે વીજળીની માંગ 7900 મેગાવોટ સુધી પહોંચી શકે છે, પરંતુ લોકડાઉન અને વરસાદ-તોફાન વગેરેને ધ્યાનમાં રાખીઓ તો, એવું લાગે છે કે ટોચની માંગ પ્રમાણમાં ઓછી રહી શકે છે. આ વખતે ટોચની માંગ 7000 મેગાવોટથી 7400 મેગાવોટની વચ્ચે રહેવાની સંભાવના છે.

આ કોવિડ સંકટમાં, બીએસઇએસ આવશ્યક સેવા તરીકે તેની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. હોસ્પિટલો, પેથ- લેબ્સ, ક્વોરન્ટાઇન સેન્ટરો રસીકરણ કેન્દ્રો અને અન્ય આવશ્યક સેવાઓ માટે વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા ઉપરાંત, બીએસઈએસ તેના 45 લાખ ગ્રાહકોને વધુ સારી રીતે વીજ પુરવઠો પણ પુરો પાડી રહ્યું છે. બીએસઇએસ વિવિધ સ્ટેક હોલ્ડરો સાથે કોવિડની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.