×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીમાં ઓમિક્રોનનો બીજો કેસ નોંધાયો, ભારતમાં કોરોનાના નવા વેરિઅન્ટથી અત્યાર સુધી 33 સંક્રમિત થયા


નવી દિલ્હી, તા, 11 ડિસેમ્બર 2021 શનિવાર

દિલ્હીમાં કોરોનાનો બીજો કેસ સામે આવ્યો છે. અહીં ઝિમ્બાબ્વેથી આવેલા મુસાફરની જીનોમ સિક્વેન્સિંગ રિપોર્ટ ઓમિક્રોન પોઝીટીવ આવી છે. શખ્સની ટ્રાવેલ હિસ્ટ્રીમાં સાઉથ આફ્રિકા પણ સામેલ છે. આના કારણે ભારતમાં અત્યાર સુધી કોરોનાના નવા વેરિઅન્ટથી 33 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. 

દિલ્હીમાં વિદેશોથી આવતા લોકોમાંથી 27 લોકો કોરોના પોઝિટીવ મળ્યા હતા. આના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. અત્યાર સુધી 25 લોકોના રિપોર્ટ નેગેટીવ આવી ચૂક્યા છે જ્યારે બે લોકો ઓમિક્રોન પોઝીટીવ મળ્યા છે.

ભારતમાં ઓમિક્રોનના 33 કેસ

ભારતમાં ઓમિક્રોનના અત્યાર સુધી 33 કેસ મળી ચૂક્યા છે. સૌથી વધારે મહારાષ્ટ્રમાં 17, રાજસ્થાનમાં 9, ગુજરાતમાં 3, દિલ્હીમાં 2 અને કર્ણાટકમાં બે કેસ મળ્યા છે. રાહતની વાત એ છે કે રાજસ્થાનમાં તમામ 9 લોકોના રિપોર્ટ નેગેટીવ આવી ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં પૂણેમાં પણ દર્દીના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. કર્ણાટકથી એક ઓમિક્રોન દર્દી દુબઈ ભાગી ગયા છે.