×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીની ગરમીથી બચવા પ્રિયંકા ગાંધી સિમલા ખાતેના પોતાના આલિશાન બંગલામાં પહોંચ્યા

નવી દિલ્હી,તા.10 જૂન 2021,ગુરૂવાર

દિલ્હીની ભીષણ ગરમીથી બચવા માટે પ્રિયંકા ગાંધી સિમલા ખાતેના પોતાના આલિશાન નિવાસ સ્થાન ખાતે પહોંચી ગયા છે. અહીંયા તેઓ થોડા દિવસ રહે તેવી સંભાવના છે.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી બુધવારે સાંજે સિમલા નજીક આવેલા છરાબડા નામના ટુરિસ્ટ પ્લેસ ખાતે બનાવાયેલા બંગલામાં પહોંચ્યા હતા. જ્યાં કેટલાક કોંગ્રેસ નેતાઓએ પણ તેમની સાથે મુલાકાત કરી હતી. આ પહેલા 10 માર્ચે પણ પ્રિયંકા ગાંધી અહીંયા રોકાવા આવ્યા હતા અને ચારેક દિવસ રહીને પાછા ગયા હતા. આ વખતે તેઓ એક અઠવાડિયુ રોકાવાના છે. તેમના પતિ જોકે તેમની સાથે છે કે નહીં તેની જાણકારી મળી નથી. તેમના રોકાણના પગલે આસપાસની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે.

પ્રિયંકાનુ ઘર સિમલાથી 10 કિલોમીટર દુર છે અને દરિયાની સપાટીથી 8000 ફૂટ ઉપર છે. ઘરની ડિઝાઈન પહાડી શૈલીની છે. દેવદારના લાકડાનો ઘરના ઈન્ટિરિયરમાં ઉપયોગ કરાયો છે. મકાનની ચારે તરફ હરિયાળી છે અને સામે જ હિમાયલના બર્ફિલા પહાડો જોઈ શકાય છે. સાડા ચાર વીઘા જમીન પર પ્રિયંકાનુ ઘર બનાવવાનુ કામ 2008માં શરૂ થયું હતુ. 2011માં બે માળ બન્યા બાદ તેની ડિઝાઈન પસંદ નહીં આવતા તેને તોડીને ફરી બાંધવાનુ શરૂ કરાયુ હતુ. નિયમ પ્રમાણે હિમાચલ પ્રદેશમાં સ્થાનિક રહેવાસી સિવાય કોઈ જમીન ખરીદી શકતુ નથી પણ કોંગ્રેસની તે સમયની સરકારે પ્રિયંકા ગાંધી માટે નિયમમાં છુટછાટ આપી હતી.

પ્રિયંકા સિવાય સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ અહીંયા વારંવાર રોકાવા માટે આવતા હોય છે.