×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીના યુવકે એક પણ પૈસો ચૂકવ્યાં વિના 603 દિવસ 5 સ્ટાર હોટેલની માણી મજા! સ્ટાફ સાથે કર્યું હતું સેટિંગ

image l Envato 


દિલ્હીમાં એક ફાઈવ સ્ટાર હોટેલે આરોપ મૂક્યો છે કે તેનો એક ગ્રાહક હોટેલ કર્મચારીઓ સાથે સાંઠગાંઠ કરી દોઢ વર્ષથી વધુ સમય સુધી પૈસાની ચૂકવણી કર્યા વિના હોટેલમાં રહ્યો હતો, જેના લીધે હોટેલને કથિતરૂપે 58 લાખ રૂ.નું નુકસાન થયું હતું. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક એરોસિટી સ્થિતિ હોટેલ રોઝિએટ હાઉસે આ મામલે આઈજીઆઈ એરપોર્ટ પોલીસ સ્ટેશને કેસ દાખલ કર્યો હતો. 

603 દિવસ રહ્યો આરોપી 

રોઝિએટનું સંચાલન કરતી બર્ડ એરપોર્ટ્સ હોટેલ પ્રાઈવેટ લિમિટેડના સત્તાવાર પ્રતિનિધિ વિનોદ મલ્હોત્રા દ્વારા તાજેતરમાં દાખલ કરાયેલી એફઆઈઆર અનુસાર અંકુશ દત્તા હોટેલમાં 603 દિવસ રહ્યો, જેના પર 58 લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો પણ હોટેલ છોડતી વખતે તેણે કોઈ ચૂકવણી નહોતી કરી. 

હોટેલના કર્મચારીઓની મિલિભગતની આશંકા 

એફઆઈઆરમાં આરોપ મૂકાયો હતો કે હોટેલના ફ્રન્ટ ઓફીસ વિભાગના પ્રમુખ પ્રેમ પ્રકાશે નિયમોનું ઉલ્લંઘન કરી દત્તાને લાંબા સમય સુધી હોટેલમાં રોકાવાની મંજૂરી આપી. એફઆઈઆર મુજબ પ્રકાશ હોટેલના રૂમભાડા અંગે નિર્ણય લેવા અધિકૃત વ્યક્તિ હતો અને તે તમામ ગેસ્ટના બાકીના લેણા પર નજર રાખતી હોટેલની કમ્પ્યૂટર સિસ્ટમ સુધી પહોંચ ધરાવતો હતો. 

સોફ્ટવેર સિસ્ટમમાં ચેડાં કર્યા હોવાની માહિતી 

હોટેલ મેનેજમેન્ટને આશંકા છે કે પ્રકાશને દત્તાએ રોકડ આપી હશે જેના લીધે તે ગેસ્ટની વિગતો ધરાવતી સોફ્ટવેર સિસ્ટમમાં ચેડાં કરી હોટેલમાં વધારે દિવસ સુધી રોકાવામાં તેની મદદ કરવા માટે રાજી થઈ ગયો. એફઆઈઆરમાં જણાવાયું છે કે અંકુશ દત્તાએ ખોટી રીતે લાભલેવા અને હોટેલને તેના વ્યાજબી ભાડાથી વંચિત કરવાના ઉદ્દેશ્ય પ્રેમ પ્રકાશ સહિત અમુક ઓળખીતા અને અજાણ્યા હોટેલ કર્મચારીઓ સાથે મળીને ગુનાઈત કાવતરું રચ્યું. 

આ તારીખથી આ તારીખ સુધી રોકાયો 

હોટેલે દાવો કર્યો કે દત્તાએ 30 મે 2019ના રોજ હોટેલમાં એક રાત માટે રૂમ બુક કર્યું હતું. તેણે આરોપ મૂક્યો કે દત્તાને 31 મે 2019ના રોજ હોટેલથી જતા રહેવાનું હતું પણ તે 22 જાન્યુઆરી 2021 સુધી ત્યાં રોકાયો. હોટેલે દોષિતો વીરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે.