×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીના જહાંગીરપુરીમાં વધુ એક વખત પથ્થરમારો: ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ઘાયલ


- દિલ્હીના જહાંગીરપુરીમાં 16 એપ્રિલે હનુમાન જયંતિના દિવસે હિંસા થઈ હતી

નવી દિલ્હી, તા. 18 એપ્રિલ 2022, સોમવાર

જહાંગીરપરીમાં ફરી એક વખત પથ્થરમારાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે ત્યાં ગોળી ચલાવનાર આરોપીની પત્નીને જ્યારે ક્રાઈમ બ્રાન્ચ કસ્ટડીમાં લેવા ત્યાં પહોંચી તો ત્યાંના લોકોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ઘાયલ થયા હતા. આ કેસની તપાસ અત્યાર સુધી દિલ્હી પોલીસ કરી રહી હતી પરંતુ હવે આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. 

આ અગાઉ દિલ્હીના જહાંગીરપુરીમાં 16 એપ્રિલે હનુમાન જયંતિના દિવસે હિંસા થઈ હતી. આ હિંસા બાદ અત્યાર સુધીમાં 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત બે સગીરોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

જોકે, પથ્થરમારો થયા બાદ પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહિલાને કસ્ટડીમાં લીધી હતી. મળતી માહિતી પ્રમાણે સોનૂ જે વીડિયોમાં ગોળી ચલાવતો નજર આવી રહ્યો છે તેની પત્નીની પોલીસે ધરપકડ કરી છે અને તેમને પૂછપરછ માટે લઈ ગઈ છે. આરોપી સોનૂ હાલમાં ફરાર છે તે જહાંગીરપુરના C બ્લોકમાં રહે છે. તેમની માતાએ જણાવ્યું કે, જહાંગીરપુરીમાં તે દિવસે હિન્દુ અને મુસલમાનો વચ્ચે ઝઘડો થઈ ગયો હતો અને આ દરમિયાન જ્યારે બજરંગ દળવાળા આવ્યા તો તેમણે ગુસ્સામાં ગોળી ચલાવી દીધી હતી. તેમને આખો પરિવાર પશ્ચિમ બંગાળનો છે.