×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદ પછી ઠંડી વધી, ફરી આવશે શીતલહેર

Image:  envato



હમણાં છેલ્લા કેટલાક દિવસોથી કોલ્ડવેવની સ્થિતિ જોવા મળી રહી છે. એવામાં દિલ્હીમાં ગઈકાલે મોડી રાત્રે દિલ્હીના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો, જેના કારણે ફરી ઠંડીનો માહોલ બન્યો છે. હવામાન વિભાગે આજે વરસાદની આગાહી કરી હતી. દિલ્હીમાં દિવસ દરમિયાન વરસાદ પડ્યો ન હતો, પરંતુ  સાંજે કેટલાક વિસ્તારોમાં વરસાદના સમાચાર મળ્યા હતા.

ક્યાં વિસ્તારોમાં વરસાદ થયો?
જૂની દિલ્હી, ચાંદની ચોક, જનપથ, ITOમાં વરસાદ થયાના સમાચાર મળ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું. દિલ્હીમાં વરસાદને કારણે આજે કોલ્ડવેવથી રાહત છે, પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જાન્યુઆરીથી દિલ્હીના ઘણા વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી પાછું વળશે.

જો આપણે આવતીકાલની વાત કરીએ તો દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી અને મહત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાઈ શકે છે. આ સાથે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ પણ જોવા મળી શકે છે. 14 જાન્યુઆરીએ દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાઈ શકે છે. 14 જાન્યુઆરીએ ત્યાં મધ્યમ ધુમ્મસની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી સહિત ઉત્તર ભારતના મેદાની પ્રદેશમાં આગામી 2 દિવસ સુધી શીત લહેરથી રાહત મળશે. જો કે વરસાદ બાદ ફરી એકવાર ધુમ્મસ સાથે ઠંડીનું મોજું ફરી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આંશિક અસરને કારણે ગઈકાલે રાત્રે તાપમાનમાં અંશત વધારો નોંધાયો છે, પરંતુ પહાડો પરથી આવતા ઠંડા પવનોને કારણે ઠંડીથી રાહત મળી નથી. 13 જાન્યુઆરી પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ નબળું પડશે, ત્યાર બાદ તીવ્ર ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે.