×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીઃ આજે અનેક હોસ્પિટલ્સમાં OPD રહેશે બંધ, NEET PG કાઉન્સેલિંગ જલ્દી શરૂ કરાવવા ડોક્ટર્સની માગ


- કેન્દ્રએ ઈડબલ્યુએસ શ્રેણી માટે 8 લાખ રૂપિયાની વાર્ષિક આવક મર્યાદા પર ફેરવિચારણા કરવાનો નિર્ણય લીધો

નવી દિલ્હી, તા. 27 નવેમ્બર, 2021, શનિવાર

નીટ પીજી 2021 કાઉન્સેલિંગ આયોજિત કરવામાં વારંવાર થઈ રહેલા વિલંબના કારણે ડોક્ટર્સના તમામ સંગઠનોએ હડતાળનું એલાન કરેલું છે. ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ અસોસિએશન (FORDA)એ 27મી નવેમ્બર એટલે કે, શનિવારથી દેશભરમાં હડતાળની અપીલ કરી છે. FORDAના નિવેદન પ્રમાણે અસોસિએશને દેશભરના રેસિડેન્ટ્સ ડોક્ટર્સને શનિવારથી ઓપીડી સેવાઓથી દૂર રહેવા એલાન કર્યું છે. 

રાજધાની દિલ્હીમાં પણ રેસિડેન્ટ્સ ડોક્ટર્સ અસોસિએશને શનિવારથી હડતાળની જાહેરાત કરી છે. રામ મનોહર લોહિયા હોસ્પિટલ (RML), લેડી હાર્ડિંગ હોસ્પિટલ અને VMMCએ પણ દિલ્હીમાં ઓપીડી બંધ કરાવની જાહેરાત કરેલી છે. 

FAIMA, FORDA અને IMA JDN ડોક્ટર્સ અસોસિએશને નીટ પીજી 2021 કાઉન્સેલિંગમાં થઈ રહેલા વિલંબના વિરોધમાં દેશભરના ડોક્ટર્સને હડતાળની વિનંતી કરી હતી. ત્યારે હવે દેશભરના ડોક્ટર્સ આ હડતાળ સાથે જોડાઈ રહ્યા છે. 

મૌલાના આઝાદ મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સ અસોસિએશને પણ આ હડતાળમાં જોડાવાનો નિર્ણય લીધો છે. MAMC RDAના કહેવા પ્રમાણે રેસિડેન્ટ ડોક્ટર્સ 27 નવેમ્બરના રોજ સવારે 9:00 વાગ્યાથી 11:00 વાગ્યા સુધી સાંકેતિકરૂપે એકજૂથતા દેખાડવા એમડી ઓફિસ સામે ભેગા થશે.

શું છે કેસ?

ડોક્ટર્સ અસોસિએશન નીટ પીજી કાઉન્સેલિંગમાં થઈ રહેલા વિલંબનો વિરોધ કરી રહ્યું છે. FORDAના કહેવા પ્રમાણે આ મામલે તેઓ સુપ્રીમ કોર્ટથી મળનારા સકારાત્મક પરિણામોની રાહ જોઈ રહ્યા છે. હકીકતે સુપ્રીમ કોર્ટ નીટ પરીક્ષામાં ઓબીસી માટે 27% અને ઈડબલ્યુએસ શ્રેણી માટે 10% અનામત પ્રદાન કરનારી કેન્દ્ર અને મેડિકલ કાઉન્સેલિંગ સમિતિ (એમસીસી)ની સૂચનાઓ વિરૂદ્ધ અરજીઓ પર સુનાવણી કરી રહી છે. 

કેન્દ્રએ 25 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તેણે ઈડબલ્યુએસ શ્રેણી માટે 8 લાખ રૂપિયાની વાર્ષિક આવક મર્યાદા પર ફેરવિચારણા કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રએ 4 સપ્તાહ માટે નીટ કાઉન્સેલિંગ ટાળી દીધું હતું.