દિલીપ કુમારની યૂસુફ ખાનથી ટ્રેજેડી કિંગ સુધીની સફર, આવી રીતે બદલાઈ કિસ્મત
- ટ્રેજિક પાત્ર ભજવવાના કારણે દિલીપ કુમારને થોડા સમય માટે ડિપ્રેશનનો સામનો પણ કરવો પડ્યો હતો
નવી દિલ્હી, તા. 07 જુલાઈ, 2021, બુધવાર
હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર દિલીપ કુમારનું અવસાન થયું છે. દિલીપ કુમારે બુધવારે 98 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બહુ ઓછા એવા કલાકારો છે જેમને સદીઓ સુધી દર્શકોના દિલ પર રાજ કરવાની તક મળી હોય. દિલીપ કુમારના નામ અને કામને લઈને ચાહકો એટલી હદે દિવાના હતા કે લોકો તેમની એક પણ ફિલ્મ જોવાનું ચુકતા નહોતા. દેશભરની યુવતીઓ તેમના પ્રેમમાં પાગલ હતી, બોલિવુડની અનેક અભિનેત્રીઓના મનમાં દિલીપ કુમાર વસતા હતા જેમાંથી તેમના પત્ની સાયરા બાનો પણ એક નામ હતું.
પેશાવર ખાતે થયો હતો જન્મ
દિલીપ કુમારનો જન્મ 11 ડિસેમ્બર, 1922ના રોજ બ્રિટિશ ઈન્ડિયાના પેશાવર ખાતે આવેલી કિસ્સા ખાવાની બજાર એરિયાની હવેલીમાં થયો હતો. તેમનું સાચું નામ મોહમ્મદ યૂસુફ ખાન હતું. તેમની માતાનું નામ આયશા બેગમ અને પિતાનું નામ લાલા ગુલામ સર્વર ખાન હતું. દિલીપ કુમારને 12 ભાઈ-બહેનો હતા અને તેમણે નાસિકના દેઓલી ખાતે આવેલી બાર્નેસ શાળામાંથી પોતાનો અભ્યાસ કર્યો હતો. સુપરસ્ટાર રાજ કપૂર તેમના બાળપણના મિત્ર હતા. બંનેએ એક જ મહોલ્લામાં પોતાનું બાળપણ વિતાવ્યું હતું અને આગળ જતા તેઓ ફિલ્મી સિતારા અને સાથી બન્યા હતા.
1940ના બીજા ભાગમાં દિલીપ કુમારને પોતાના પિતા સાથે વિવાદ થયો હતો જેથી તેમણે ઘર છોડી દીધું હતું અને પુણે આવી ગયા હતા. ત્યાં એક પારસી કૈફે ઓનર અને એક વૃદ્ધ એંગ્લો ઈન્ડિયન કપલની મદદથી તેમણે પોતાનો સેન્ડવિચ સ્ટોલ ખોલ્યો હતો. તેમને પોતાના જ્ઞાન અને સારા અંગ્રેજીના કારણે આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો. કોન્ટ્રાક્ટ ખતમ થતા તેમણે 5,000 રૂપિયા બચાવ્યા હતા અને મુંબઈ પોતાના ઘરે પાછા ફર્યા હતા.
પિતાની મદદ માટે નોકરી શોધવા લાગ્યા
1943ના વર્ષમાં ઘરે પિતાની મદદ કરવા માટે દિલીપ કુમાર કામની તલાશમાં બોમ્બે ટોકિઝ પહોંચ્યા હતા. શરૂઆતમાં પોતાની ઉર્દુ ભાષા પરની પકડના કારણે તેઓ સ્ટોરી રાઈટિંગ અને સ્ક્રિપ્ટિંગનું કામ કરતા હતા. તે સમયે બોમ્બે ટોકિઝના માલિકણ રહેલા અભિનેત્રી દેવિકા રાનીએ દિલીપ કુમારને તેમનું નામ મોહમ્મદ યૂસુફ ખાનમાંથી દિલીપ કુમાર રાખવા કહ્યું હતું. ત્યાર બાદ દેવિકાએ તેમને ફિલ્મ જ્વાર ભાટામાં કાસ્ટ કર્યા હતા જે 1944ના વર્ષમાં રીલિઝ થઈ હતી. જોકે તે ફિલ્મ કોઈના ધ્યાનમાં નહોતી આવી.
આવી રીતે બન્યા બોલિવુડના ટ્રેજેડી કિંગ
કેટલીક ફ્લોપ ફિલ્મ આપ્યા બાદ દિલીપ કુમારે અભિનેત્રી નૂર જહાં સાથે જુગનૂ નામની ફિલ્મમાં કામ કર્યું હતું જે તેમની પહેલી હિટ ફિલ્મ હતી. ત્યાર બાદ તેમણે શહીદ અને મેલા જેવી હિટ આપી હતી. ત્યાર બાદ તેમણે નરગિસ અને મિત્ર રાજ કપૂર સાથે ફિલ્મ શબનમમાં કામ કર્યું હતું જે બોક્સઓફિસ પર હિટ રહી હતી. 1950નો સમય દિલીપ કુમારનો હતો જ્યારે તેમણે એક પછી એક હિટ ફિલ્મો આપી હતી.
તે સમયમાં દિલીપ કુમારે અનેક ગંભીર રોલ પણ ભજવ્યા હતા જેથી તેમને બોલિવુડના ટ્રેજેડી કિંગનો ખિતાબ મળ્યો હતો. ટ્રેજિક પાત્ર ભજવવાના કારણે તેમણે થોડા સમય માટે ડિપ્રેશનનો સામનો પણ કરવો પડ્યો હતો. ત્યાર બાદ મનોચિકિત્સકની સલાહ માનીને તેમણે ખુશમિજાજ પાત્રો ભજવવાનું ચાલુ કર્યું હતું. મેહબૂબ ખાનની ફિલ્મ આનમાં તેમણે પોતાનું પ્રથમ લાઈટ પાત્ર ભજવ્યું હતું. દર્શકોને દિલીપ કુમારના ટ્રેજિક રોલની સાથે સાથે હળવો અને હસતો અંદાજ પણ પસંદ આવ્યો હતો અને તેઓ હિટ પર હિટ આપતા ગયા હતા.
જ્યારે જાદુ ફિકો પડવા લાગ્યો
1960માં દિલીપ કુમારે ફિલ્મ મુગલ-એ-આઝમમાં શાહજાદા સલીમનું પાત્ર ભજવ્યું હતું. તે બોલિવુડના ઈતિહાસની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની હતી અને 11 વર્ષ સુધી ટોપ પર રહી હતી. 1961માં તેમણે પોતાની પ્રથમ ફિલ્મ ગંગા જમુના પ્રોડ્યુસ કરી હતી અને તે પ્રોડ્યુસર તરીકેની તેમની એકમાત્ર ફિલ્મ હતી. 1970ના સમયમાં દિલીપ કુમારે પોતાની કરિયરમાં નિષ્ફળતાનો સામનો કર્યો હતો. તેમની અનેક ફિલ્મો ફ્લોપ ગઈ હતી અને અનેક ફિલ્મોમાં તેમના બદલે રાજેશ ખન્ના અને સંજીવ કુમારને કામ આપવામાં આવ્યું હતું. તે સમયે તેમણે 5 વર્ષ માટે બ્રેક લીધો હતો.
1981માં દિલીપ સાહેબે ક્રાંતિ નામની ફિલ્મથી કમબેક કર્યું હતું જે તે વર્ષની સૌથી મોટી હિટ રહી હતી. 1991માં આવેલી ફિલ્મ સૌદાગર તેમની બોક્સઓફિસ પરની અંતિમ સફળ ફિલ્મ હતી. છેલ્લે 1998માં તેઓ કિલા નામની ફિલ્મમાં જોવા મળ્યા હતા જે ફ્લોપ રહી હતી. સુભાષ ઘઈની ફિલ્મ મધર લેન્ડમાં તેઓ અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન સાથે જોવા મળવાના હતા પરંતુ તે ફિલ્મ કદી બની જ નહીં.
સૌથી વધારે એવોર્ડ જીતનારા ભારતીય એક્ટર હતા દિલીપ કુમાર
દિલીપ કુમાર ભારતીય સિનેમાના મહાનતમ એક્ટર્સ પૈકીના એક ગણાતા હતા. તેમના નામે ભારતીય એક્ટર તરીકે સૌથી વધારે એવોર્ડ્સ જીતવાનો ગિનીજ વર્લ્ડ રેકોર્ડ છે. પોતાની 5 દશકાની કરિયરમાં દિલીપ સાહેબે અનેક એવોર્ડ્સ જીત્યા હતા. તેમાં 8 ફિલ્મફેર એવોર્ડ (બેસ્ટ એક્ટર), એક ફિલ્મફેરનો લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, નેશનલ ફિલ્મ એવોર્ડ, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ, દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને પાકિસ્તાન સરકાર દ્વારા આપવામાં આવેલા સર્વોચ્ય નાગરિક સન્માન નિશાં-એ-પાકિસ્તાનનો સમાવેશ થાય છે. દિલીપ કુમાર સાહેબ જેવો કલાકાર ન કદી કોઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હતો અને ન હશે તે સ્પષ્ટ છે.