×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલિપકુમારના નિધનથી પાકિસ્તાનમાં પણ શોકની લહેર, પાક રાષ્ટ્રપતિએ પણ આપી શ્રધ્ધાંજલિ


નવી દિલ્હી,તા.7.જુલાઈ.2021

પાકિસ્તાનના પેશાવરમાં જન્મેલા દિલિપ કુમારના નિધનથી પાકિસ્તાનના લોકો પણ દુખમાં ગરકાવ થઈ ગયા છે.

પાકિસ્તાનના આમ આદમીથી માંડીને રાજકારણીઓ પણ દિલિપ કુમારના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં પણ તેમને શ્રધ્ધાંજલિ અપાઈ રહી છે.પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડોક્ટર આરિફ અલવીએ કહ્યુ હતુ કે, દિલિપ કુમારના નિધનની ખબર સાંભળીને બહુ દુખી છું.તે એક શાનદાર કલાકાર, વિનમ્ર વ્યક્તિ અને શાનદાર વ્યક્તિત્વના માલિક હતા.

પાકિસ્તાનમાં ટ્વિટર પર દિલિપ કુમાર ટ્રેન્ડિંગ કરી રહ્યા છે.પાકિસ્તાનના લોકોનુ કહેવુ છે કે હિન્દી ફિલ્મોના એક યુગનો દિલિપ કુમારની વિદાય સાથે અંત આવ્યો છે.પાક ક્રિકેટર શાહિદી અફ્રીદીએ કહ્યુ તહુ કે, યુસૂફ ખાન સાહેબના નિધનથી પાકિસ્તાનથી લઈને મુંબઈ અને દુનિયામાં જ્યાં પણ તેમના પ્રશંસકો છે તેમને બહુ મોટી ખોટ પડી છે.દિલિપ કુમાર આપણા દિલમાં કાયમ રહેશે.

ઉલ્લેખનીય છે કે, દિલિપ કુમાર જે ઘરમાં જન્મયા હતા તે ઘરને પાકિસ્તાનની સરકારે ખરીદવા માટે તાજેતરમાં જ મંજૂરી આપી હતી.અહીંયા દિલિપ કુમારનુ મ્યુઝિયમ બનવાનુ છે.આ ઘરનો કબ્જો પુરાતત્વ વિભાગને સોંપવામાં આવશે.દિલિપ કુમારની સાથે સાથે રાજ કપૂરનુ ઘર પણ સ્થાનિક સરકારે ખરીદી લીધુ છે.

આ ઘરના હાલના માલિકનો દાવો સરકારે ફગાવી દીધો છે.