×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દારૂ પીતા પોલીસકર્મીઓનું આવી બનશે, 300થી વધુને સીધું VRS આપવાની આ રાજ્યએ કરી તૈયારી

image : Facebook


આસામમાં દારૂ પીવાની લતવાળા પોલીસકર્મીઓ પર તવાઈ આવી છે. મુખ્યમંત્રી હેમંતા બિશ્વ સરમાએ કડક એક્શન લેવાની જાહેરાત કરી દીધી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે દારૂની લત ન છોડી શકવાને કારણે ઓછામાં ઓછા 300થી વધુ પોલીસકર્મીઓને સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ (VRS) આપવાની તૈયારી કરી લેવામાં આવી છે. આ અંગે પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. 

પોલીસ વિભાગમાં શિસ્ત જાળવવા કર્યો નિર્ણય 

મુખ્યમંત્રીએ કહ્યું કે ટૂંક સમયમાં પોલીસકર્મીઓની નવી ભરતી પણ કરાશે. તેમણે કહ્યું કે અમુક પોલીસકર્મીઓ દારૂ પીવાની કૂટેવના જાળમાં ફસાઈ ગયા છે. જેના લીધે સીધી તેમના પર અસર જોવા મળે છે. તેમને લઈને અનેક ગંભીર ફરિયાદો મળે છે. એવામાં ડિપાર્ટમેન્ટમાં શિસ્તતા જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

કર્મચારીઓની ઓળખ કરી લેવાઈ

સરમાએ કહ્યું કે આવા આશરે 300 પોલીસકર્મી અને કર્મચારી છે જેમને નશો કરવાની લત પડી ગઈ છે. તે એટલો દારૂ પીવે છે કે તેમના શરીર પર ખરાબ થઈ ગયા છે. તેમના માટે સરકારે વીઆરએસની જોગવાઈનો વિકલ્પ અપનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આસામમાં ભાજપ સરકારના બીજા કાર્યકાળને બે વર્ષ પૂરાં થવાના છે. તેને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગમાં સુધારા કરવાનું અભિયાન ચલાવાયું છે.