×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું શંકાસ્પદ હાલતમાં મોત, હોટલમાંથી મૃતદેહ મળી આવ્યો

અમદાવાદ, તા. 22 ફેબ્રુઆરી 2021, સોમવાર

દાદરાનગર હવેલીના સાંસદનું મોત થયું છે. દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મુંબઈની સી ગ્રીન હોટલમાંથી મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં મુંબઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. જ્યારે તેમનો પરિવાર એક કલાક પહેલા મુંબઇ જવા રવાના થયો છે. મળતી વિગતો અનુસાર સાંસદ મોહન હેલકરે મુંબઈ ની હોટલમાં આત્મહત્યા કરી લીધી છે, જેમની પાસેથી એક નોટ પણ મળી આવી છે.

રાજકિય સફર

વર્ષ 1962માં જન્મેલા મોહન ડેલકરનો જન્મ 1962માં થયો હતો. શરૂઆતમાં તેઓ ફેક્ટરીમાં મીલ મજુર તરીકે કામ કરતા હતા. જે બાદ વર્ષ 1985માં આદિવાસી વિકાસ સંગઠનની સ્થાપના કરી હતી. વર્ષ 2009ના કોંગ્રેસ સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને ચૂંટણીમાં જીત પણ મેળવી હતી.

છેલ્લે તેઓ વર્ષ 2020માં જનતા દળ(યુ)માં જોડાયા હતા. સંસદમાં પોતાના વિસ્તારના મુદ્દાઓને બાહોશથી ઉઠાવતા હતા. લોકસભામાં તેમણે સાત વખત પ્રતિનિધિત્વ કરેલું છે. આદિવાસી અને સ્થાનિક મતદારોમાં તેઓ સારી પકડ ધરાવતા હતા.