×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દરોડા બાદ સિસોદિયાના PM મોદી પર પ્રહારો, ગંગા કિનારે સળગતી લાશોનો કર્યો ઉલ્લેખ


- તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે, સિસોદિયાના નજીકના સહયોગીની કંપનીને કથિત રીતે 1 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા

નવી દિલ્હી, તા. 20 ઓગષ્ટ 2022, શનિવાર

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ શુક્રવારે દિલ્હી એક્સાઈઝ પોલીસી કેસના સંબંધમાં મનીષ સિસોદિયાના નિવાસસ્થાન અને અન્ય 20 સ્થળો પર દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે, સિસોદિયાના નજીકના સહયોગીની કંપનીને કથિત રીતે 1 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જો કે, સિસોદિયાએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

દરોડા બાદ શનિવારે તેમણે આ સમગ્ર મામલે બીજેપી પર કારણ વગર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો. શિક્ષણ મંત્રીએ કહ્યું કે, ન્યુયોર્ક ટાઈમ્સમાં કોરોના કાળમાં ગંગા કિનારે સળગતા મૃતદેહોની તસવીર છપાઈ હતી. હવે અમારી શિક્ષણ નીતિની તસવીર છપાઈ. દેશવાસીઓને તેના પર ગર્વ થયો પરંતુ બીજેપીને આ વાત સારી ન લાગી. તેમને અરવિંદ કેજરીવાલના લોકપ્રિય હોવાથી હેરાની છે. 

તેમણે કહ્યું કે, દિલ્હી સચિવાલયની મારી ઓફિસમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઈએ મારા પરિવાર સાથે સારો વ્યવહાર કર્યો હતો. પરંતુ આ દારૂની નીતિ શ્રેષ્ઠ નીતિ છે. જો લેફ્ટનન્ટ ગવર્નરે નીતિમાં ફેરફાર કરવાનો નિર્ણય ન લીધો હોત તો દિલ્હીને 10 હજાર કરોડ મળ્યા હોત. ભાજપના નેતા મનોજ તિવારી 8 હજાર કરોડના કૌભાંડની વાત કરે છે અન્ય નેતાઓ 1100 કરોડના કૌભાંડની વાત કરે છે અને ઉપરાજ્યપાલ 144 કરોડના કૌભાંડની વાત કરે છે પરંતુ CBIની FIRમાં આમાંથી કોઈનો પણ ઉલ્લેખ નથી. તેમાં એક કરોડ રૂપિયાનું કૌભાંડ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

શિક્ષણ મંત્રીએ કહ્યું કે, તેમની પરેશાની અરવિંદ કેજરીવાલ છે. સમગ્ર દેશના લોકો તેમને પસંદ કરવા લાગ્યા છે. તેમને મુશ્કેલી એ છે કે, અરવિંદ કેજરીવાલને રાષ્ટ્રીય વિકલ્પના રૂપમાં જોઈ રહ્યા છે. મારા ઘરમાં દરોડા પણ અરવિંદ કેજરીવાલને રોકવા માટે જ પાડવામાં આવ્યા. અરવિંદ કેજરીવાલના કારણે આખા વિશ્વમાં દેશનું નામ રોશન થઈ રહ્યું છે. ભ્રષ્ટાચાર મારી ભૂલ નથી. મેં ભ્રષ્ટાચાર નથી કર્યો. પરંતુ મારી ભૂલ એ છે કે, હું અરવિંદ કેજરીવાલની સરકારમાં શિક્ષણ મંત્રી છું. અગાઉ આરોગ્યમંત્રીને જેલમાં પૂર્યા હવે થોડા દિવસોમાં મને જેલમાં પૂરશે. કારણ કે, તેઓ અરવિંદ કેજરીવાલના શિક્ષણ અને આરોગ્ય મોડલને ખતમ કરવા ઈચ્છે છે.