×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દરોડા બાદ શાયર મુનવ્વરે બહાર પાડ્યો વીડિયો, કહ્યું- બીજા બિકરૂ કાંડની તૈયારી, જંગલમાંથી મળશે અમારી લાશ


- તબરેજે જમીન વિવાદમાં પોતાના કાકા અને ભાઈઓને ફસાવવા માટે પોતાના પર હુમલો કરાવ્યો હોવાનો પોલીસનો દાવો

નવી દિલ્હી, તા. 02 જુલાઈ, 2021, શુક્રવાર

મુનવ્વર રાણા શુક્રવારે સવારે અચાનક જ લાઈમ લાઈટમાં આવી ગયા હતા અને તેનું કારણ હતું તેમના દીકરાએ પોતાના પર જ હુમલો કરાવ્યો તે. પોલીસે આ કેસની તપાસ કરી હતી અને મુનવ્વર રાણાના દીકરા તબરેજની ધરપકડ કરવા માટે ગુરૂવારે રાતે 2:00 વાગ્યે તેમના ઘરે પહોંચી હતી. લખનૌ અને રાયબરેલી પોલીસની આ સંયુક્ત કાર્યવાહી દરમિયાન ફ્લેટનો દરેક ખૂણો તપાસવામાં આવ્યો હતો પરંતુ તબરેજનો કોઈ સુરાગ નહોતો મળ્યો. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી મુનવ્વર રાણાના પરિવારજનો ખૂબ જ નારાજ જણાયા હતા. મુનવ્વર રાણા અને તેમની દીકરીએ પોલીસ પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. 

પોલીસના દરોડા બાદ શાયરે વીડિયો જાહેર કર્યો હતો. વીડિયોમાં તેમણે એક દિવસ જંગલમાંથી તેમની લાશ મળશે અને પોલીસ બીજો બિકરૂ કાંડ કરવાની તૈયારીમાં છે તેમ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આમાં આટલો હંગામો મચાવવાની શું જરૂર છે. હવે આ મુનવ્વર રાણા બિકરૂ કાંડ થઈ ગયો છે. જ્યારે પોલીસકર્મીઓને વોરંટ અંગે પુછવામાં આવ્યું તો તેમણે મને દૂર જવા કહી દીધું હતું. 

મુનવ્વર રાણાએ વધુમાં કહ્યું કે, પોલીસે ગુંડાગિરી કરી. આમાંથી કોઈ મને મારી પણ નાખશે અને ન પણ મારે તો હું આ સ્થિતિમાં મરી જઈશ. પોલીસવાળા મને હટવા માટે કહી રહ્યા હતા.. હું કઈ રીતે હટી જાઉં. એ મારો દીકરો છે. મારી સૌથી મોટી ભૂલ એ છે કે મેં એને જન્મ આપ્યો છે. તબરેજે આરોપ લગાવ્યો હતો કે તેને મારવા માટે કોઈએ તેની કાર પર ગોળીઓ ચલાવી હતી. 

રાયબરેલી પોલીસના કહેવા પ્રમાણે 28 જૂનના રોજ શાયર મુનવ્વરના દીકરા તબરેજ રાણા પર જીવલેણ હુમલો થયો તે ફેક ઘટના હતી. તબરેજે જમીન વિવાદમાં પોતાના કાકા અને ભાઈઓને ફસાવવા માટે પોતાના પર હુમલો કરાવ્યો હતો. પોલીસે તબરેજ દ્વારા નોંધાવાયેલા કેસમાં તેને જ આરોપી બનાવી દીધો છે.