×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

થાઈલેન્ડમાં વાયુ પ્રદૂષણ ઘાતક સ્તરે પહોંચ્યું, અઠવાડિયામાં 200,000 લોકો હોસ્પિટલ ભેગા

image : envato 


થાઈલેન્ડમાં વાયુ પ્રદૂષણ સતત કેર વર્તાવી રહ્યું છે અને આ અઠવાડિયે લગભગ 200,000 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. અધિકારીઓએ કહ્યું છે કે બેંગકોક હાનિકારક ધુમ્મસમાં ઘેરાયેલું છે. જેને આપણે સ્મોગ પણ કહીએ છીએ. થાઈલેન્ડમાં અંદાજે 11 મિલિયન લોકો રહે છે અને તે વિશ્વના સૌથી લોકપ્રિય ટુરિસ્ટ સ્થળો પૈકી એક પણ છે. જોકે વાહનોના ધુમાડા, ઔદ્યોગિક ઉત્સર્જનથી શહેર પર હાનિકારક ધુમ્મસની ચાદર ફરી વળી છે.

જાહેર આરોગ્ય મંત્રાલયે શું કહ્યું? 

જાહેર આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ અઠવાડિયે લગભગ 200,000 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  વાયુ પ્રદૂષણના પરિણામે વર્ષની શરૂઆતથી રાજ્યમાં 1.3 મિલિયનથી વધુ લોકો બીમાર પડ્યા છે. મંત્રાલયના ડૉક્ટર ક્રિયાંગક્રાઈ નમથાઈસોંગે બુધવારે બાળકો અને સગર્ભા સ્ત્રીઓને ઘરમાં જ રહેવા વિનંતી કરી હતી.

લોકોને માસ્ક પહેરવાની સલાહ

તેમણે કહ્યું કે જે પણ વ્યક્તિ બહાર જાય છે તેણે ઉચ્ચ ગુણવત્તાવાળું N95 એન્ટી-પોલ્યુશન માસ્ક પહેરવું જોઈએ. લોકોને વર્ક ફ્રોમ હો કરવા પણ અપીલ કરાઇ છે. બેંગકોકના ગવર્નર ચેડચાર્ટ સિટીપુન્ટના પ્રવક્તા જેઓ ગયા વર્ષે શહેરના પર્યાવરણને સુધારવાના વચન પર ચૂંટાયા હતા તેમણે જણાવ્યું હતું કે જો પરિસ્થિતિ વધુ વણસે તો અમે આવા જ અન્ય આદેશ જારી કરવામાં ખચકાશું નહીં. એકવરુન્યો આમ્રપાલાએ જણાવ્યું કે શહેર દ્વારા સંચાલિત નર્સરીએ નાના બાળકોની સલામતી માટે એર પ્યુરિફાયર તેમજ વાહનોના ઉત્સર્જન પર દેખરેખ રાખવા માટે ખાસ "નો ડસ્ટ રૂમ" સ્થાપિત કરાયા છે.

50 જિલ્લાઓની હાલત દયનીય 

જાહેર આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે બુધવારે બેંગકોકના 50 જિલ્લાઓમાં સૌથી ખતરનાક PM 2.5 કણોનું અસુરક્ષિત સ્તર નોંધાયું હતું. એટલા નાના કે તેઓ લોહીના પ્રવાહમાં પ્રવેશી શકે છે, જ્યારે ગુરુવારે તે વિશ્વ આરોગ્ય સંસ્થાના દિશાનિર્દેશોથી ઘણો ઉપ રહ્યો હતો.  સરકારના પ્રદૂષણ નિયંત્રણ વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ દિવસથી બેંગકોકના મોટાભાગના વિસ્તારોમાં પીએમ 2.5નું સ્તર સુરક્ષિત મર્યાદાથી ઉપર છે. ઉત્તરીય શહેર ચિયાંગ માઈમાં પરિસ્થિતિ વધુ ખરાબ હતી, જે એક કૃષિ વિસ્તાર છે જ્યાં ખેડૂતો વર્ષના આ સમયે પરાળ બાળે છે.