×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

થાઈલેન્ડમાં ભયંકર અકસ્માત : ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ ટ્રેન, 8ના મોત, ઘણા ઈજાગ્રસ્ત

ચાચોએંગસાઓ, તા.04 ઓગસ્ટ-2023, શુક્રવાર

થાઈલેન્ડમાં ટ્રક અને ટ્રેન વચ્ચે ભયંકર અકસ્માત થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ ઘટનામાં 8 લોકોના મોત નિપજ્યા છે. મળતા અહેવાલો મુજબ રેલવે ટ્રેક પરથી ટ્રક પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક ટ્રેન આવી જતા બંને વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં ટ્રકના ફુરચા ઉડી ગયા... અકસ્માત થતાં જ આસપાસના લોકો દોડી આવતા ઘટના સ્થળે ભીડ જમા થઈ, ઉપરાંત અહીં ટ્રાફિક પણ જામ ગયો... જોકે તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી હાથ ધરી માર્ગ પરથી અકસ્માતગ્રસ્ત ટ્રકને હટાવાયો હતો, ત્યારબાદ વાહન વ્યવહાર પુનઃ શરૂ થઈ ગયો છે.

ડ્રાઈવરે ટ્રેનને આવતા જોઈ છતાં અકસ્માત સર્જાયો

થાઈલેન્ડના પૂર્વ પ્રાંતમાં આ ઘટના બની છે. અધિકારીઓએ જણાવ્યું કે, અહીંથી પસાર થઈ રહેલી એક માલગાડીએ ટ્રેક પાર કરી રહેલા એક પિકઅપ ટ્રકને ટક્કર મારી દીધી, જેમાં 8 લોકોના મોત નિપજ્યા... થાઈલેન્ડના રાજકીય રેલવેના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ગુરુવારે મોડી રાત્રે 2.20 મિનિટે ચાચોએંગસાઓ પ્રાંતના મુઆંજ જિલ્લામાં સર્જાયો છે. આ અકસ્માતમાં ચાર લોકોને ઈજા થઈ છે. 54 વર્ષિય ટ્રક ડ્રાઈવર વિચાઈ યૂલેકે અધિકારીઓને જણાવ્યું કે, તેણે ટ્રેનને આવતા જોઈ અને એલર્ટ હોર્નનો અવાજ સાંભળ્યા બાદ ટ્રકને ધીમી કરી દીધી, જોકે વાહનમાં સવાર મુસાફરોએ તેને આગળ વધવાનું કહ્યું...


ટ્રક ચાલકને ટક્કર પહેલા થયો અહેસાસ

તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ટ્રક ડ્રાઈવરને ટક્કર પહેલા અકસ્માતનો અહેસાસ થયો હતો. જોકે તે ટ્રક રોકે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. રેલ્વે એજન્સીએ કહ્યું કે, તેને ખબર પડી કે ટ્રક ટ્રેન સાથે અથડાઈ જશે તો તેણે ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું અને ટ્રક ધડાકાભેર ટ્રેન સાથે અથડાઈ ગઈ. રેલવેએ જણાવ્યું કે અકસ્માતમાં માર્યા ગયેલાઓમાં એક 18 વર્ષીય યુવક, 20 વર્ષીય 2 યુવકો અને 55 વર્ષથી વધુ ઉંમરના 5 લોકોનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત 4 યુવકોની ઉંમર આશરે 20 વર્ષની છે.