×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

થલસેનાના પશ્ચિમી કમાન્ડે ત્રણ નવા હોસ્પિટલ બનાવી દેશને સમર્પિત કર્યા

- ચંદીગઢ, પટિયાલા અને ફરિદાબાદમાં કોરોના દર્દીઓ માટે યુદ્ધના ધોરણે હોસ્પિટલ ઉભી કરી

નવી દિલ્હી, તા. 11 મે 2021, મંગળવાર

દેશમાં કોરોના વાયરસના વધી રહલા દર્દીઓને ધ્યાને લઇને દેશની થલસેના દેશભરમાં વિવિધ જગ્યા પર કોવિડ હોસ્પિટલ ખોલવામાં લગી છે. સેનાના પશ્ચિમી કમાને સોમવારે ત્રણ નવા હોસ્પિટલ બનાવીને દેને સમર્પિત કર્યા છે. પહેલી હોસ્પિટલ ચંદીગઢમાં ખોલવામાં આવી છએ, જે સોમવારથી જ કાર્યરત થઇ ગઇ છે. બીજી 100 બેડની હોસ્પિટલ આજે દિલ્હીના ફરિદાબાદમાં ખુલવા જઇ રહી છે. આ સિવાય એક હોસ્પિટલ પંજાબના પટિયાલામાં પણ બનીને તૈયાર થયો છે. આ ત્રણે હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત સામાન્ય લોકોની સારવાર કરવામાં આવશે.

ભારતીય સેનાની ચંડીમંદિર સ્થિત પશ્ચિમી કમાનના જણાવ્યા પ્રમાણે આ ત્રણેય હોસ્પિટલ સથાનીક પ્રાશાસન સાથે મળીને યુદ્ધના ધોરણે તૈયાર કરવામાં આવ્યા છે. આ ત્રણે હોસેપ્ટલોમાં કોરોના વાયરસના સામાન્ય દર્દીઓની સારવાર કરવામાં આવશે. ચંદીગઢ, પટિયાલા અને ફરિદાબાદના આત્રણે હોસેપ્ટલોમાં સેનાના જ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ કામ કરશે.

આ સિવાય આ ત્રણે હોસ્પિટલ આઇસીએમઆરની ગાઇડલાઇન પ્રમાણે તૈયાર કરવામાં આવયા છે. ત્રણેય હોસેપ્ટલોમાં લેબ, એક્સરે અને ફાર્મસીની સુવિધા પણ ઉપલબ્ધ છે. સેનાના જણાવ્યા પ્રમાણે આ ત્રણે હોસેસ્પિટલમાં દેશના તમામ નાગરિક પોતાની સારવાર કરાવી શકશે. જો કે આ હોસ્પિટલોમાં વોક ઇન એડમિશન નહીં મળે. તમામ દર્દીઓને આ માટે જે તે જિલ્લાના ચીફ મેડિકલ ફિસરન સંપરક કરવાનો રહેશે. આ હોસ્પિટલમાંથઈ ડિસ્ચાર્જ સેનાના ડોકેટરોની સહમતિથી અપાશે.

ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીના સ્ટેડિયમની અંદર 100 બેડની હોસ્પિટલ શરુ થઇ ગઇ છે. આ સિવાય ફરીદાબાદના અટલ બિહારી વાજપેયી મેડિકલ કોલેજમાં પણ 100 બેડની હોસ્પિટલ શરુ થવા જઇ રહી છે. પંજાબના પટિયાલામાં રાજેન્દ્ર ગવર્મેન્ટ કોલેજમાં પણ બુધવારથી સૈન્ય હોસ્પિટલ શરુ થશે.