×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ત્રિવેન્દ્ર રાવત બાદ હવે BJP કોને બનાવશે ઉત્તરાખંડનાં CM? જાણો કોણ છે રેસમાં

નવી દિલ્હી, 9 માર્ચ 2021 મંગળવાર

ઉત્તરાખંડમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલો રાજકીય ખેલને આજે સાંજે વિરામ લાગ્યો છે, મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર રાવતએ રાજ્યપાલ બેબી રાની મૌર્યને પોતાનું રાજીનામુ આપી દીધું છે, હવે રાજ્યનાં મુખ્ય પ્રધાનની રેસમાં કોણ છે, તેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

સાંસદ અનિલ બલૂની, કેબિનેટ પ્રધાન સતપાલ મહારાજ સહિત કેન્દ્રીય પ્રધાન અને ઉત્તરાખંડનાં પુર્વ મુખ્ય પ્રધાન ડો. રમેશ પોખરિયાલ નિશંક પણ રાજ્યનાં ટોચનાં પદ માટે દાવોદાર બન્યા છે, જો કે પુષ્પકર ધામી અને રાજ્યનાં ઉચ્ચ શિક્ષણ પ્રધાન ડો. ધન સિંહ રાવતનું નામ પણ ચર્ચામાં આવી ગયું છે.   

ઉત્તરાખંડનાં સાંસદ અનિલ બૂલની 2018માં રાજ્યસભા માટે ચુંટાયા હતા, છેલ્લા ઘણા દશકાથી તે બિજેપી અને આરએસએસમાં ઘણા સક્રિય છે. તે જ પ્રકારે ડો. ધન સિંહ રાવત પણ આરએસએસનાં વફાદાર અને વિશ્વસનિય છે, અને ત્રિવેન્દ્ર રાવતની પણ પહેલી પસંદ છે. શિક્ષણ ક્ષેત્રે તેમનું  યોગદાન પ્રસંશનિય રહ્યું છે.

કેબિનેટ પ્રધાન સતપાલ મહારાજની રાજનિતીમાં સારી પકડ છે, તે વર્ષ 2009માં કોંગ્રેસમાંથી બિજેપીમાં જોડાયા હતાં, અને ત્રિવેન્દ્ર સરકારમાં કેબિનેટ પ્રધાન હતાં, વર્ષ 2017માં પણ બિજેપી સરકાર બની ત્યારે પણ તે મુખ્યપ્રધાન પદનાં મજબુત દાવેદાર હતાં.

મુખ્ય પ્રધાન પદની રેસમાં હરિદ્વારનાં સાંસદ અને કેન્દ્રિય પ્રધાન ડો. રમેશ પોખરિયાલ નિશંક સહિત નૈનિતાલનાં સાંસદ અજય ભટ્ટનું નામ પણ ચર્યાઇ રહ્યું છે, નિશંક રાજ્યનાં મુખ્ય પ્રધાન પણ રહી ચુક્યા છે, જ્યારે ભટ્ટ બિજેપી પ્રદેશ પ્રમુખની ખુરસી સંભાળી છે, અને તે પહેલી વખત સંસદ સુધી પહોંચ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષ 2022માં રાજ્યમાં વિધાન સભા ચુંટણી યોજાવાની છે.