×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

‘તૌકતે’ વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ : માછીમારોને પરત ફરવા સૂચના અપાઇ, NDRFની 15 ટીમ પણ સ્ટેન્ડ બાય

- આગામી 16 થી 18 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ, તા. 14 મે 2021, શુક્રવાર

હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાંથી તૌકતે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે આવશએ તેવી આગાહી કરવામાં આવી છે. જેના પગલે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એક તરફ કોરોના માહારી તો બીજી તરફ આ વાવાઝોડાએ તંત્ર અને લોકોની ચિંતામાં વધારો કર્યો છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 24 કલાકમાં અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર વવાઝોડાનું સ્વરુપ લેશે. આ સાથે જ તૌકતે વાવાઝોડાના પગલે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 16 થી 18 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ પડી શકે છે.

માછીમારોને દરિયામાંથી પરત ફરવાની સૂચના

આ વાવાઝોડા પગલે રાજ્યનું તંત્ર એલર્ટ થઇ ગયું છે અને સંભવિત વાવાઝોડા સામેની તૈયારીઓ શરુ કરી દીધી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ દરિયાકાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. તો જે માછીમારો દરિયામાં ગયા છે તે તમામને પરત આવવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ આ સંભવિત આફતને પહોંચી વળવા માટે રાજ્યમાં NDRFની 15 ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.


અમરેલીના જાફરાબાદ બંદરે એક નંબરનું સિગ્નલ લાગ્યું

જૂનાગઢમા જિલ્લા કલેકટર દ્વારા તમામ વિભાગના અધિકારીઓની સંકલન બેઠક બોલાવવામાં આવી અને તો વાવાઝોડું ટકરાય તેવી શક્યતાઓ વાળા ૪૦થી વધુ ગામોને અલગ તારવવામાં આવ્યા છે. તો દ્વારકા જિલ્લાના તમામ બંદરોને એલર્ટ કરાયા છે. બીજી તરફ ભાવનગરમાં પણ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બની ગયું છે. દરિયાકાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમરેલીના જાફરાબાદ લાઈટ હાઉસ વિસ્તારમાં એક નંબરનું સિગ્નલ લગાવ્યુ છે. જાફરાબદની મોટાભાગની બોટો મધ દરિયામા છે. વાઇલેસ ખરાબ થવાના કારણે અનેક બોટોનો સંપર્ક થતો નથી. તો બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભઆરે વરસાદની આગાહી

હવામાન વિભાગની જણાવ્યા પ્રમાણે 17 તારીખે 40 થી 50 કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. તો 18 તારીખે દરિયામાં 90થી 100 કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. બીજી તરફ 16 તારીખે સોમનાથમાં વરસાદની આગાહી છે. 17 અને 18 તારીખે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે વરસાદની સંભાવના છે. જૂનાગઢ, પોરબંદર, અમરેલી, કચ્છ, વેરાવળ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 


સંભવિત સંકટને પહોંચી વળવા બેઠકોનો દોર

આ સાથે સરકાર દ્વારા તમામ અધિકારીઓને સતર્ક રહેવા અને પોતાનું હેડક્વાર્ટટર ના છોડવા સૂચના આપી છે. આ સિવાય જરુર પડે તો સ્થાનિક લોકોના સ્થળાંતર માટેની તૈયારીઓ રાખવાની સૂચના અપાઇ છે. વર્તામાન સમયે રાજ્યના જે જિલ્લામાં સંભવિત વાવઝોડાની આગાહી છએ, ત્યાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સંભવિત આપત્તિ સામે લડવા માટે તંત્ર સજ્જ થઇ રહ્યું છે.