×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

"તૌકતે" ચક્રવાત: સમુદ્ર કિનારાનાં 840 ગામડાઓમાંથી 2 લખાથી વધુનું સ્થળાંતર, મુશળધાર વરસાદની આગાહી

ગાંધીનગર, 17 મે 2021 સોમવાર

વિનાસક ચક્રવાત  "તૌકતે" વાવાઝોડું હવે ગુજરાત તરફ સતત આગળ વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાત્રિના આઠથી 11 વાગ્યાના અરસામાં દીવથી 20 કિલોમીટર પૂર્વમાં ટકરાશે તેવું અનુમાન છે. છેલ્લાં છ કલાકમાં 13 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે તૌકતે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે આ વાવાઝોડાને અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન જાહેર કર્યું છે જેના અનુસંધાને રાજ્યમાં ગ્રેટ ડેન્જરનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

આવી સ્થિતિમાં તંત્ર સંપૂર્ણ સજ્જ છે. એવામાં રાજ્યના મહેસૂલ વિભાગે વાવાઝોડાને ધ્યાને રાખી મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજી. જેમાં રાજ્યના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું કે, ‘ગુજરાતની એક પણ બોટ દરિયામાં નથી. 150થી 185 કિમીની ઝડપે પવન ફુંકાશે. વાવાઝોડાની અસર થઇ શકે તેવા જિલ્લા પર અધિકારીઓ નજર રાખી રહ્યાં છે. દરિયામાં ચાર મીટર ઊંચા મોજાં ઉછળશે. 11 હજારથી વધારે જોખમી હોર્ડિંગ્સ ઉતારી દેવામાં આવ્યાં છે. તૌકતેવાવાઝોડું રાત્રિના 8થી 11 વાગ્યાની આસપાસ ટકરાશે. આવતી કાલે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના પાંચ જિલ્લામાં સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાવાઝોડાને લઇને સરકારે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત છે. રાજ્યમાં 2 લાખ લોકોના સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. 668 હંગામી સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યાં છે.’

તેઓએ વધુમાં જણાવ્યું કે, ‘ગુજરાતમાં 70-80 કિલોમીટરના રફતારથી પવન ફુંકાઇ રહ્યો છે. સૌથી વધારે પવનની ગતિ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર રહેશે. ત્યારબાદ ભરુચ, બોટાદ, સાઉથ અમદાવાદ, મોરબી અને રાજકોટમાં વરસાદ પડશે. વહીવટી તંત્ર તૈયાર છે.તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. ભારત સરકાર તરફ થી માર્ગદર્શન ને મદદ મળી રહી છે. દરેક સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં પ્રભારી મંત્રી, પ્રભારી સચિવને મોકલી દેવાયા છે. જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ ડે. કક્ષાના અધિકારીઓ છે. હાલમાં અમરેલી,પોરબંદર, ભાવનગર, જૂનાગઢ ઉપરાંત 840 ગામડાઓમાંથી લોકોનું સિફટીગ સહિત સમગ્ર રાજ્યમાં કુલ રાજ્યમાં 2 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.’

ઉલ્લેખનીય છે કે, તૌકતે વાવાઝોડાને પગલે અમદાવાદના રિવર ફ્રન્ટ હાઉસમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. ઓક્સિજનની કામગીરી કરનારા અધિકારીઓને હાલ વાવાઝોડાની પણ કામગીરી સોંપાઇ છે. સેન્ટ્રલ ગર્વમેટ તરફથી વાવઝોડાને લગતી માહિતીને શહેરમાં ઝોન વાઇઝ મોકલવા કવાયત શરૂ કરાઇ છે.

તૌકતે વાવાઝોડાને લઈને વડોદરામાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે,કલેક્ટર દ્વારા ખાસ કંટ્રોલરૂમ ઉભા કરવામાં આવ્યા છે, વડોદરા જિલ્લા કલેકટરએ વડોદરા એરપોર્ટ ડાયરેકટૅર સાથે બેઠક કરીને એરપોર્ટ પર સાવચેતીના તમામ પગલા લેવાય તે માટે સુચના આપી હતી.

તૌકતે વાવાઝોડાને લઈને સુરતમાં વહીવટી તંત્ર સજ્જ છે.અને તમામ સ્થળો પર 24 કલાક માટે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો છે.કોઈ દુર્ઘટના ન થાય તે માટે અધિકારોએ સ્થળ નિરિક્ષણની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિકા કમિશનર, રાજ્ય સરકારના સ્પેશિયલ ઓફિસર અને મેયર સુવાલી બીચની મુલાકાત લીધી હતી. લોકો બિન જરૂરી કાંઠા વિસ્તારમાં ન જાય તે માટે પોલીસ બાઝનજર રાખી રહી છે.દરિયા કાંઠાના વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યુ છે.500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.39 જેટલા શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવે છે. 300થી વધુ વૃક્ષોનું ટ્રીમિંગ કરાયું છે.