×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તો શું મધ્યપ્રદેશમાં સત્તા ગુમાવશે CM શિવરાજ, ભાજપના આંતરિક અહેવાલે વધારી ચિંતા

image : Twitter


મધ્યપ્રદેશમાં વર્ષના અંત સુધીમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ગ્રાઉન્ડ લેવલ પર તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીના આંતરિક અહેવાલમાં એવો નિષ્કર્ષ આવ્યો છે કે શિવરાજ સિંહની સરકારે વધારે મહેનત કરવી પડશે. રાજ્યમાં યોજાયેલી વિકાસયાત્રાઓના સમાપન બાદ કેન્દ્રીય નેતૃત્વ પણ રાજ્યની સ્થિતિની સમીક્ષા કરશે. રાજ્યમાં મોટાપાયે ફેરફારના સંકેત પણ મળી રહ્યા છે. 

ભાજપ માટે સત્તાવિરોધી લહેર પડકાર

હાલમાં તો શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં જ આગામી વિધાનસભા ચૂંટણી લડવાની વાત થઇ રહી છે. જોકે ભાજપના આંતરિક અહેવાલે ચિંતા વધારી દીધી છે. ભાજપ માટે મધ્યપ્રદેશમાં સત્તાવિરોધી લહેરને શાંત કરવાનું સરળ નહીં હોય. 

2018માં ભાજપ વિધાનસભા ચૂંટણી હારી ગયો હતો 

2018ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે હરાનો સ્વાદ ચાખવો પડ્યો હતો. ભાજપથી વધુ સીટો જીત્યા બાદ કોંગ્રેસે સહયોગી પક્ષો સાથે કમલનાથના નેતૃત્વમાં સરકારી રચી હતી. જોકે બાદમાં બળવો થયો અને જ્યોતિરાદિત્ય સિંધિયા તેમના અનેક સમર્થકો સાથે રાજીનામુ આપી ભાજપમાં જોડાઈ ગયા હતા. જેના લીધે કોંગ્રેસે સત્તા ગુમાવવી પડી હતી. ત્યારબાદ શિવરાજ સિંહના નેતૃત્વમાં ભાજપે ફરી સત્તામાં વાપસી કરી હતી. 

અનેક ચૂંટણીમાં પરાજયનો સ્વાદ ચાખ્યો 

ત્યારે શિવરાજ પર જ ભાજપે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજ્યમાં ગત વર્ષે નગર નિગમની ચૂંટણીમાં ભાજપને અનેક આંચકા લાગ્યા. તેના પછી ફરી અનેક સ્તરે પરિવર્તનની માગ થવા લાગી પણ કેન્દ્રીય નેતૃત્વએ ફક્ત સંગઠન લેવલ પર ફેરફાર કર્યા.