×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તેલની આયાત પર પશ્ચિમી પ્રતિબંધથી ક્રુડ ઓઈલ 300 ડોલર પ્રતિ બેરલની પાર પહોંચશે: રશિયા


મોસ્કો, તા. 8 માર્ચ 2022 મંગળવાર 

રશિયાએ ચેતવણી આપી છે કે ક્રૂડ ઓયલની કિંમત 300 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. રશિયાના એક વરિષ્ઠ મંત્રીએ સોમવારે કહ્યુ કે પશ્ચિમી દેશને તેલની કિંમતોમાં 300 ડોલર પ્રતિ બેરલ કરતા વધારેનો સામનો કરવો પડી શકે છે અને રશિયા-જર્મની ગેસ પાઈપલાઈનના બંધ હોવાનો પણ સામનો કરવો પડી શકે છે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યુ કે વોશિંગ્ટન અને યુરોપીય સહયોગી રશિયન તેલ આયાત પર પ્રતિબંધ લગાવવાના વિચાર કરવાના નિવેદન બાદ સોમવારે તેલની કિંમત 2008 બાદથી ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. આ ક્રુડ ઓઈલનુ 14 વર્ષના સૌથી ઊંચા સ્તર છે.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ યથાવત રીતે ચાલી રહ્યું છે, આ વચ્ચે પશ્ચિમના દેશો, બ્રિટન, NATO સહિતના સંગઠનોએ રશિયા પર આકરામાં આકરા અને સખ્ત પ્રતિબંધો લાદ્યા છે અને હજુ પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. બીજી તરફ વિશ્વના સંખ્યાબંધ દેશોનું અર્થતંત્ર ડામાડોળ પણ થયું છે. વિવિધ વસ્તુઓના ભાવોમાં ચોંકાવનારો વધારો થયો છે.

આ વચ્ચે રશિયાના નાયબ વડા પ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે સોમવારે ચેતવણી આપી હતી કે રશિયન તેલની આયાત પરના પ્રતિબંધોના “વિનાશક” પરિણામો આવશે, કારણ કે પશ્ચિમી સાથીઓ યુક્રેન રશિયા યુદ્ધ મામલે મોસ્કો પર વધુ પ્રતિબંધો પર વિચારણા કરી રહ્યા છે. જો મોસ્કો પર પ્રતિબંધો વધુ લદાશે તો રશિયન ઓઇલ પરના પ્રતિબંધોના વૈશ્વિક બજાર માટે વિનાશક પરિણામો આવશે. કિંમતોમાં વધારો અણધારી હશે – બેરલ દીઠ 300 ડોલર થી વધુ અથવા કિંમત તેટલી પણ રહી શકશે.” નોવાકે રશિયન સમાચાર એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી ટિપ્પણીમાં જણાવ્યું હતું. જો તમે રશિયામાંથી તેલનો પુરવઠો રોકવા માંગતા હો, તો તે ઉત્સાહથી કરો. અમે આ માટે તૈયાર છીએ. અમે જાણીએ છીએ કે અમે અમારું તેલ ક્યાં વેચી શકીએ.’

નોવાકે કહ્યું કે યુરોપિયન બજારમાં રશિયન તેલને ઝડપથી બદલવું અશક્ય હશે. તે એક વર્ષથી વધુ સમય લેશે અને યુરોપિયન ગ્રાહકોએ તેને ખરીદવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડશે કારણકે તે વધુ ખર્ચાળ હશે. રશિયન નેતાએ જણાવ્યું કે યુરોપિયન રાજકારણીઓએ પછી પ્રામાણિકપણે અને નૈતિકતાથી નાગરિકો, અને તેના વપરાશ કર્તાઓ કે જેઓ તેમની રાહ જોતા હોય તેમને તેની ચેતવણી આપવી પડશે કહેવું પડશે કે ગેસ સ્ટેશનો પર તેલના ભાવ આસમાને પહોંચશે. તેમજ યુરોપને ગેસ સપ્લાય કરતી રશિયા-જર્મની ગેસ પાઈપલાઈન બંધ થઈ જશે.

નોવાકે જણાવ્યું હતું કે રશિયન તેલ પર પ્રતિબંધોની વાટાઘાટો અસ્થિરતા પેદા કરે છે અને ગ્રાહકોને નોંધપાત્ર રીતે નુકસાન તરફ દોરી જાય છે. તેમણે કહ્યું કે નોર્ડ સ્ટ્રીમ 2 પાઇપલાઇન પ્રોજેક્ટ પર મોરેટોરિયમનો બદલો લેવા માટે, રશિયા નોર્ડ સ્ટ્રીમ 1 પાઇપલાઇન દ્વારા સપ્લાય અટકાવી શકે છે. અમે હજી એ નિર્ણય લીધો નથી. આનાથી કોઈને ફાયદો થશે નહીં.

રશિયા યુરોપને 40 ટકા ગેસ સપ્લાય કરે છે. રશિયાના નાયબ વડા પ્રધાને એમ પણ કહ્યું કે તેમનો દેશ યુરોપને આપેલા વચનો પૂરા કરી રહ્યો છે. પરંતુ અમને દેશના હિતમાં પગલાં લેવાનો પૂરો અધિકાર છે. જર્મનીએ ગયા મહિને નોર્ડ સ્ટ્રીમ 2 ગેસ પાઇપલાઇનને પ્રમાણિત કરવાનો ઇનકાર કર્યો હતો. નોવાકે કહ્યું કે તેમનો દેશ નોર્ડ સ્ટ્રીમ 1 ગેસ પાઇપલાઇનમાંથી પુરવઠો અટકાવી શકે છે. અત્યાર સુધી અમે આમ કર્યું નથી, પરંતુ યુરોપિયન નેતાઓના ઉશ્કેરણીજનક નિવેદનો અમને આમ કરવા માટે મજબૂર કરી શકે છે.

પેટ્રોલની કિંમત 200 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી શકે છે

જો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમત $300 પ્રતિ બેરલ સુધી પહોંચી જશે તો દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 200 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી શકે છે. ગયા વર્ષે નવેમ્બરની શરૂઆતમાં જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે ફેરફાર કરવામાં આવ્યો હતો ત્યારે ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત બેરલ દીઠ $81.5 હતી. દિલ્હીમાં અત્યારે પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા અને ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લિટર છે.

નિષ્ણાતોના મતે ક્રૂડ ઓઈલની કિંમતમાં એક ડોલરનો વધારો થવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 50 પૈસાનો વધારો થાય છે. તેની કિંમત લગભગ $80 પ્રતિ બેરલના ભાવે 95 રૂપિયા છે. જો ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 300 ડોલર સુધી પહોંચી જશે તો દેશમાં પેટ્રોલની કિંમત 200 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી જશે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ જ કારણ છે કે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો થઈ શકે છે.