×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તેલંગાણા: નેતાએ પાર્ટી છોડીને કોંગ્રેસના પતન માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા


- રાહુલ ગાંધીએ પાર્ટી કમિટીના ઉપાધ્યક્ષનું પદ સંભાળ્યા પછી પરિસ્થિતિ વણસી: એમએ ખાન

નવી દિલ્હી, તા. 28 ઓગષ્ટ 2022, રવિવાર

કોંગ્રેસમાં ચાલુ તણાવ વચ્ચે શનિવારે પાર્ટીના પૂર્વ રાજ્યસભા સાંસદ અને તેલંગાણા કોંગ્રેસના નેતા એમએ ખાને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. પાર્ટી હાઈકમાન્ડને લખેલા પોતાના પત્રમાં તેમણે કહ્યું કે, પાર્ટી જનતાને એ સમજાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે કે તે પોતાની જૂની સ્થિતિમાં પરત આવશે અને ફરી એક વાર દેશની આગેવાની કરશે. 

તેમણે કહ્યું કે, જ્યારે તમે પાર્ટીના અધ્યક્ષના રૂપમાં સક્રિય રૂપે સેવા કરી રહ્યા હતા ત્યારે તમે પાર્ટીની અંદર પરામર્શ પ્રક્રિયાનું સાવધાનીપૂર્વક પાલન કર્યું છે. તમે વરિષ્ઠ નેતાની રાયને સર્વોચ્ચ મૂલ્ય આપ્યું છે જેમણે દાયકાઓથી પાર્ટીને પોતાનું જીવન સમર્પિત કર્યું છે. પાર્ટી હજુ પણ મજબૂત છે અને દેશની ભલાઈ માટે લડવા માટે સક્ષમ છે. તેમણે એ પણ કહ્યું કે, તેઓ પોતાના વિદ્યાર્થી જીવનથી પાર્ટી સાથે જોડાયેલા હતા.

ખાને કહ્યું કે, વરિષ્ઠ નેતા પાર્ટી છોડવા માટે મજબૂર થયા છે કારણ કે, શીર્ષ નેતૃત્વ પાર્ટીના જમીની કાર્યકર્તાઓને ફરીથી સક્રિય કરવાનો કોઈ પ્રયત્ન નથી કરી રહી. પંડિત નેહરુ, ઈન્દિરા ગાંધી, સંજય ગાંધી અને રાજીવ જે પ્રતિબદ્ધતા સાથે કામ કરતા હતા તેવુ કામ હવે પાર્ટી નથી કરી રહી. આવી સ્થિતિમાં મારી પાસે પાર્ટીથી અલગ થવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

રાજીનામું આપ્યા બાદ ખાને જણાવ્યું કે, મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું કારણ કે, રાહુલ ગાંધીએ પાર્ટી કમિટીના ઉપાધ્યક્ષનું પદ સંભાળ્યા પછી પરિસ્થિતિ બગડવા લાગી છે. તેમની પોતાની એક અલગ વિચાર પ્રક્રિયા છે જે બ્લોક લેવલથી લઈને બૂથ લેવલ સુધીના કોઈપણ સભ્ય સાથે મેળ નથી ખાતી.