×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તેલંગાણાના સીએમ KCRએ પોતાની નવી પાર્ટી 'ભારત રાષ્ટ્ર સમિતિ' લોન્ચ કરી


- તેલંગાણા ભવનમાં બપોરે 1:19 કલાકે મળેલી પાર્ટીની સામાન્ય સભાની બેઠકમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો

હૈદરાબાદ, તા. 05 ઓક્ટોબર 2022, બુધવાર

તેલંગાણાના મુખ્યમંત્રી અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (Telangana Rashtra Samiti)ના અધ્યક્ષ ચંદ્રશેખર રાવ વિજયાદશમી પર્વ એટલે કે, આજે પોતાની રાષ્ટ્રીય પાર્ટીનું એલાન કર્યું છે, જેનું નામ છે ભઆરત રાષ્ટ્ર સમિતિ. કેન્દ્રમાં બીજેપીની સામે મજબૂત વિપક્ષ ઊભો કરવા માટે કેસીઆર ઘણા લાંબા સમયથી તેની પ્લાનિંગ કરી રહ્યા હતા. 

રવિવારે મુખ્ય મંત્રી કેસીઆરે તેમના કેબિનેટ સાથીદારો અને પક્ષના તમામ 33 જિલ્લા અધ્યક્ષો સાથે લંચ બેઠક કરી હતી. આ દરમિયાન રાષ્ટ્રીય પાર્ટીના લોન્ચિંગ માટેના રોડમેપ પર ચર્ચા કરવામાં આવી હતી. કેસીઆરએ વિવિધ મંચોમાં ઘણી વખત પુનરોચ્ચાર કર્યો હતો કે, ખૂબ જ ટૂંક સમયમાં એક રાષ્ટ્રીય પક્ષની રચના કરવામાં આવશે અને તેની નીતિઓ ઘડવામાં આવશે. હવે તેમનો સીધો મુકાબલો ભાજપ સાથે છે.

કેસીઆરનું કહેવું છે કે, TRSનો ઉદ્દેશ્ય અલગ તેલંગાણાના ગઠન અને વિભિન્ન વિકાસ અને કલ્યાણ કાર્યક્રમોમાં દેશમાં નંબર 1 રાજ્ય બનાવવાની સાથે હાંસલ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, આ પ્રસંગે પાર્ટીના કાર્યકરોએ ફટાકડા ફોડ્યા હતા અને 'દેશ કે નેતા કેસીઆર'ના નારા લગાવ્યા હતા.


KCRએ પોતાની નવી પાર્ટીનું નામ ભારત રાષ્ટ્ર સમિતિ રાખ્યું છે. તેલંગાણા ભવનમાં બપોરે 1:19 કલાકે મળેલી પાર્ટીની સામાન્ય સભાની બેઠકમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. પંડિતોએ તેમને આ શુભ મૂહુર્તની સલાહ આપી હતી. 

આજે સવારે પણ તેમણે મહાસભાની બેઠક કરી હતી. આ બેઠકમાં જનતા દળ (સેક્યુલર)ના નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામીએ પણ ભાગ લીધો હતો.