×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તૂર્કીયેમાં 5.3ની તીવ્રતાએ ધરા ધ્રૂજી, અનેક ઈમારતોને ફરી નુકસાન, 23 ઘાયલ, જાપાનમાં પણ ભૂકંપ

ગુરુવારે મોડી રાતે તૂર્કીયેના દક્ષિણ વિસ્તારમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અહેવાલ અનુસાર, આ ભૂકંપને લીધે ઘણી ઇમારતોને નુકસાન થયું છે અને 23 લોકો ઘાયલ થયા છે. ભૂકંપનું કેન્દ્ર માલત્યા પ્રાંતના યેસિલુર્ટ શહેરમાં હતું. અદિયામાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ બંને પ્રાંત ફેબ્રુઆરીમાં આવેલા વિનાશક ભૂકંપથી પ્રભાવિત થયા હતા, જેમાં 50,000થી વધુ લોકોના મોત થયા હતા.

સ્વાસ્થ્યમંત્રીએ આપી માહિતી 

તૂર્કીયેના સ્વાસ્થ્ય મંત્રી ફહરેટિન કોકાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે માલત્યા અને અદિયામાનમાં ઇમારતો ધરાશાયી થતાં લોકો ઘાયલ થયા છે. ભૂકંપથી બચવા લોકો ઈમારતો પરથી કૂદી પડ્યા, કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. તે જ સમયે ટીવી પર પ્રસારિત થયેલા વીડિયોમાં ભૂકંપના કારણે ઈમારતોને નુકસાન થતું જોવા મળ્યું હતું.

જાપાનના હોક્કાઈડોમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ

જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (જીએફઝેડ) એ અહેવાલ આપ્યો છે કે જાપાનના હોક્કાઇડોમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હાલમાં, કોઈપણ પ્રકારના નુકસાનની કોઈ માહિતી નથી અને ન તો સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.

આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ ભૂકંપ 

ગુરુવારે રાત્રે ભારતના પોર્ટ બ્લેર, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 4.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું કે સવારે 2.56 વાગ્યાની આસપાસ આંચકા અનુભવાયા હતા. NCS અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું.