×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તાલિબાને પંજશીરની ધરતી પર લહેરાવ્યો પોતાનો ઝંડો, નોર્ધન એલાયન્સના ચીફ કમાન્ડરનું પણ મોત


- અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ હાલ અજ્ઞાત સ્થળે સુરક્ષિત છે

નવી દિલ્હી, તા. 06 સપ્ટેમ્બર, 2021, સોમવાર

અફઘાનિસ્તાનમાં તાલિબાનને આકરી ટક્કર આપી રહેલા પંજશીર પ્રાંતે પણ આખરે હારનો સામનો કરવો પડ્યો છે. પંજશીરથી તાજેતરની જે તસ્વીરો સામે આવી રહી છે તેમાં જોઈ શકાય છે કે, તાલિબાને ત્યાં પોતાનો કબજો જમાવી લીધો છે. તાલિબાને પોતે પણ દાવો કર્યો છે કે, તેણે પંજશીરને સંપૂર્ણપણે જીતી લીધું છે. કેટલીક તસ્વીરો પણ સામે આવી છે જેમાંથી એકમાં પંજશીરમાં તાલિબાનનો ઝંડો લાગેલો છે. જ્યારે બીજીમાં તાલિબાની પંજશીર ગવર્નર ઓફિસની બહાર ઉભેલા દેખાય છે. 

તાલિબાન તરફથી એક દાવો કરવામાં આવી રહ્યો છે અને કહેવામાં આવ્યું છે કે, તેમણે રેજિસ્ટેન્સ ફોર્સ (નોર્ધન એલાયન્સ)ના ચીફ કમાન્ડર સાલેહ મોહમ્મદને પણ મારી નાખ્યો છે. તાલિબાની પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું કે, અફઘાનિસ્તાનના પંજશીર પ્રાંતને સંપૂર્ણપણે જીતી લેવામાં આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, પંજશીર અંતિમ પ્રાંત હતું જેના પર તાલિબાનનો કબજો નહોતો. તેના પહેલા 15 ઓગષ્ટના રોજ કાબુલ પર વિજય સાથે તાલિબાને સંપૂર્ણ અફઘાનિસ્તાન પર કબજો જમાવી લીધો હતો. 

રવિવાર રાતથી જ પંજશીરના ફાઈટર્સ કમજોર દેખાવા લાગ્યા હતા. રેજિસ્ટેન્સ ફ્રન્ટના પ્રવક્તા અને ઘાટીમાં તાલિબાન સાથે લડી રહેલા અહમદ મસૂદના અંગત એવા ફહીમ દશ્તીનું પણ રવિવારે મૃત્યુ થયું હતું. એવું જાણવા મળ્યું છે કે, અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ હાલ અજ્ઞાત સ્થળે સુરક્ષિત છે. જ્યારે અસદ  મહમૂદ છેલ્લા 3 દિવસથી તાઝિકિસ્તાનમાં છે.