×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તાલિબાને અફઘાન ક્રિકેટ ચીફને હટાવી નસીબુલ્લાહ હક્કાનીને સોંપી કમાન


કાબુલ, તા. 21 સપ્ટેમ્બર 2021 મંગળવાર

અફઘાનિસ્તાનમાં સરકાર બનાવ્યા બાદ તાલિબાન સમગ્ર રીતે મનમાની કરી રહ્યુ છે. હવે તાલિબાને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ ( મુખ્ય કાર્યકારી ડિરેક્ટર) ને હટાવી દીધા છે. તેની નવા તાલિબાન સાથે જોડાયેલા સદસ્યને આ કમાન સોંપવામાં આવી છે. અત્યાર સુધી હામિક શિનવારી અફઘાન ક્રિકેટ બોર્ડના કાર્યકારી ડાયરેક્ટર હતા. તેમણે પોતાની ફેસબુક પોસ્ટમાં જાણકારી આપી છે કે તેમને તાલિબાનથી હટાવી દેવાયા છે.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સત્તાકીય ફેસબુક પેજ પર પણ નસીબુલ્લાહ હક્કાનીના નવા મુખ્ય કાર્યકારી નિદેશક (CEO) બનવાનુ એલાન કરી દીધુ છે. મળતી જાણકારી અનુસાર, હામિક શિનવારીને તાલિબાનના નવા ગૃહ મંત્રી સિરાજુદ્દીન હક્કાનીના નાના ભાઈ અનસ હક્કાનીને હટાવ્યા છે. હામિદ શિનવારી લખે છે કે તેમને હટાવ્યાનુ કારણ જણાવાયુ નથી. બસ એટલુ જણાવ્યુ કે તેમની જગ્યાએ નસીબુલ્લાહ હક્કાનીને અફઘાન ક્રિકેટ બોર્ડના કાર્યકારી ડાયરેક્ટર બનાવવામાં આવશે.

નસીબુલ્લાહ હક્કાની કોણ છે હાલ સ્પષ્ટ નથી

અફઘાન ક્રિકેટ બોર્ડના નવા ચીફ નસીબુલ્લાહ હક્કાની કોણ છે? તે સિરાજુદ્દીન હક્કાનીના કોઈ સંબંધી છે? આ હમણા સ્પષ્ટ નથી. સિરાજુદ્દીન હક્કાની FBIની વોન્ટેડ લિસ્ટમાં છે. છેલ્લા 20 વર્ષમાં કાબુલમાં થયેલા કેટલાક મોટા હુમલા વિશે FBI તેને શોધી રહી હતી.

રમત પર કંટ્રોલ કરવાના તાલિબાનના નિર્ણયનું આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ વિરોધ થઈ રહ્યો છે. ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે ગયા અઠવાડિયે અફઘાન ટીમની સાથે એક મેચ કેન્સલ કરી દીધી હતી. અફઘાને રમતમાં મહિલાઓ પર બેન લગાવવાની વાત કહી છે. જે વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે આવુ કર્યુ હતુ. 

આતંકીઓથી ભરેલી છે તાલિબાનની કેબિનેટ

તાલિબાને અફઘાન પર કબ્જા બાદ જે વચગાળાની સરકાર બનાવી છે. તેમાં કેટલાક મોસ્ટ વોન્ટેડ આતંકી સામેલ છે. જેમાં ગૃહમંત્રી આતંકીઓના નેટવર્કના મુખિયા છે. રક્ષામંત્રીના પિતાએ ખુલ તાલિબાનનો પાયો મુક્યો હતો. કાર્યવાહક પીએમ મોહમ્મદ હસન અખુંદ પોતે UNSCના આતંકીઓની યાદીમાં સામેલ છે.