×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તાલિબાનનો ખાનગી અને સરકારી યુનિવર્સિટીઓમાં કો-એજ્યુકેશન પર પ્રતિબંધ

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2021 શનિવાર

તાલિબાનો મહિલાઓનાં અધિકારોની સુરક્ષાનું વચન આપી રહ્યા છે, તો બીજી તરફ હેરાત પ્રાંતની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં કો-એજ્યુકેશનને પ્રતિબંધિત કરી દીધું છે, તાલિબાને તેને સમાજનાં રાક્ષસોનું મુળ કહ્યું છે.

એક ન્યુઝ એજન્સીનાં રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક પ્રોફેસરો, ખાનગી સંસ્થાઓનાં માલિકો અને તાલિબાનો વચ્ચે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, લગભગ એક સપ્તાહ પહેલા હેરાત પર નિયંત્રણ આવ્યું, ત્યારથી આ પહેલો ફતવો તાલિબાને જાહેર કર્યો છે. 

ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં તાલિબાન પ્રતિનિધિઓ ઉપરાંત અફઘાનિસ્તાનમાં ઉચ્ચ શિક્ષણનાં પ્રમુખ મુલ્લા ફરિદે કહ્યું કે કોઇ રસ્તો નથી કો-એજ્યુકેશન ચોક્કસપણે ખતમ થવું જોઇએ, તેમણે તે પણ કહ્યું કે મહિલા લેક્ચરોએ માત્ર મહિલા વિદ્યાર્થીનીઓને જ ભણાવવી જોઇએ, પુરૂષોને નહીં. 

દેશમાં છેલ્લા બે દાયકાથી કો-એજ્યુકેશન અંગે એક મિશ્રિત વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે, તાલિબાનોનાં આ નિર્ણયથી ખાનગી શિક્ષણ સંસ્થાઓને અસર થશે, કેમ કે તેમની પાસે પહેલાથી જ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે, હેરાતમાં 40,000 વિદ્યાર્થીઓ અને 2,000 લેક્ચરર ખાનગી અને સરકારી યુનિવર્સિટીઓ તથા કોલેજોમાં છે.