×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તાલિબાનની એન્ટ્રી બાદ લોકો કાબુલ છોડવા મજબુર, રસ્તાઓ પર ભારે જામ, જુઓ VIDEO

કાબુલ, 15 ઓગસ્ટ 2021 રવિવાર

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાનોએ પ્રવેશ કર્યો તે સાથે જ તાલિબાને શહેર પર કબજો મેળવી લીધો છે. રવિવારે અલી અહમદ જલાલીની નવી વચગાળાની સરકારના વડા તરીકે પસંદગી કરવામાં આવી છે.

તાલિબાનને સત્તા ટ્રાન્સફર કરવા માટે અફઘાનિસ્તાનના પ્રેસિડેન્શિયલ પેલેસ (ARG) માં વાટાઘાટો ચાલી રહી છે. ત્યારે, તાલિબાનના કબજા બાદ કાબુલની મુશ્કેલીઓ વધી રહી છે. સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડિયો પોસ્ટ કરીને લોકો અહીંની નવીનતમ પરિસ્થિતિ વિશે જણાવી રહ્યા છે.

રસ્તા પર વાહનોની કતાર

ઓબૈદુલ્લાહ રહીમી મશવાણી નામના ટ્વિટર યુઝરે વીડિયો પોસ્ટ કર્યો છે. તે કાબુલની તાજેતરની સ્થિતિ દર્શાવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શહેરના તમામ રસ્તાઓ પર વાહનોની કતાર લાગી છે. જેના કારણે આખા શહેરમાં ટ્રાફિકની સ્થિતી વણસી છે. ટ્વિટર યુઝરનું કહેવું છે કે તેણે આ વીડિયો નથી બનાવ્યો, પરંતુ તે શહેરના રસ્તાઓ પર હતો. આ દરમિયાન, વિડિઓમાં બતાવ્યા પ્રમાણેની પરિસ્થિતિઓ જોવા મળી છે.

બધા ભાગી રહ્યા છે

મસીહ અલીનેજાદ નામની ઈરાની પત્રકાર અને કાર્યકર્તાએ સહરા કરીમીનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં સહરા થોડા સમય માટે પોતાનો માસ્ક હટાવતી જોવા મળી રહી છે. વિડીયો સાથે મસીહે કરીમીને ટાંકીને ટ્વીટ કર્યું છે. આ ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે તાલિબાનની એન્ટ્રી શહેરમાં થઇ ચુકી છે. અમે બધા ભાગી રહ્યા છીએ.

ટ્વિટમાં આગળ લખવામાં આવ્યું છે કે આ કોઈ હોરર ફિલ્મનો સીન નથી. આ તાલિબાનની વાસ્તવિકતા છે. ગયા અઠવાડિયે જ કુલમાં એક ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે દરેક વ્યક્તિ પોતાનો જીવ બચાવવા દોડી રહી છે. તે જોઈને દુ:ખ થાય છે કે દુનિયાભરનાં લોકો કોઇ મદદ કરી રહ્યા નથી.