×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તાનાશાહીઃ ચીનનું તિબેટમાં તેની ભાષા અને પ્રતીકો અપનાવવા માટે જોર


- ચીને તિબેટમાં પોતાની વિસ્તારવાદી નીતિ જાળવી રાખી છે. તે ત્યાંના લોકોને દેશના આંતરિયાળ ક્ષેત્રોમાં નોકરી માટે મોકલી રહ્યું છે અને ચીની મંદારિન ભાષા શીખવા માટે પણ મજબૂર કરી રહ્યું છે

નવી દિલ્હી, તા. 20 ઓગષ્ટ, 2021, શુક્રવાર

ચીનના એક ટોચના અધિકારી વાંગ યાંગના કહેવા પ્રમાણે તિબેટીયન લોકોએ ચીની ભાષા બોલવા અને લખવા માટે દરેક રીતના પ્રયત્નો કરવાની જરૂર છે. સાથે જ તેમણે તિબેટીયનોએ ચીની રાષ્ટ્ર સાથે સંકળાયેલા સાંસ્કૃતિક પ્રતીકો અને છબિઓ શેર કરવાની જરૂર છે તેમ પણ કહ્યું હતું. 

વાંગે આ ટિપ્પણી બૌદ્ધ નેતાઓના ગૃહ ક્ષેત્ર લ્હાસાના પોટાલા પૈલેસ સામે ચીની આક્રમણની 70મી વર્ષગાંઠ વખતે કરી હતી. ટીકાકારોના કહેવા પ્રમાણે ચીન દ્વારા તિબેટમાં પોતાની સંસ્કૃતિ થોપવાની કાર્યવાહી પરંપરાગત બૌદ્ધ સંસ્કૃતિના પતનનું કારણ બની શકે છે. ચીને આ આયોજનમાં તિબેટીયન અર્થતંત્રને પ્રોત્સાહન આપવાના પોતાના પ્રયત્નો પર પ્રકાશ ફેંકીને નિર્વાસિત દલાઈ લામાને અલગાવવાદી નેતા ગણાવીને તેમની નિંદા કરી હતી. 

પોલિત બ્યૂરો સ્થાયી સમિતિના સદસ્ય અને જાતીય અલ્પસંખ્યકો પ્રત્યેની નીતિની દેખરેખ રાખનારા વાંગે જણાવ્યું કે, દલાઈ લામા અને તેમના અનુયાયીઓની ગતિવિધિઓને કચડી નાખવામાં આવી છે. 1951 બાદ તિબેટ અંધકારમાંથી પ્રકાશ તરફ વધી ગયું છે. 

ચીને વિસ્તારવાદી નીતિ જાળવી રાખી

ચીને તિબેટમાં પોતાની વિસ્તારવાદી નીતિ જાળવી રાખી છે. તે ત્યાંના લોકોને દેશના આંતરિયાળ ક્ષેત્રોમાં નોકરી માટે મોકલી રહ્યું છે અને ચીની મંદારિન ભાષા શીખવા માટે પણ મજબૂર કરી રહ્યું છે. દલાઈ લામાના મૂળ નિવાસ પોટાલા પૈલેસ સામે ચીની અધિકારીએ કહ્યું કે, 1959માં લામાનો વિદ્રોહ નિષ્ફળ રહ્યો અને તે ભારત ભાગી ગયા. હવે તિબેટનો યોગ્ય રીતે વિકાસ થઈ રહ્યો છે.